દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન

  • September 21, 2023 10:33 AM 

દેવભૂમિ દ્વારકામાં આગામી દિવસોમાં નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં રાસ ભાઈઓ અને બહેનો માટે તથા પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા બહેનો માટે રહેશે. ભાગ લેવા ઇચ્છુક સંસ્થા કે શાળા, ટીમ, મંડળી, કલાસીસ વિગેરેએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. જેમાં રાસ સ્પર્ધાની વયમર્યાદા 14 થી 40 વર્ષ સુધીની રહેશે. ગરબાની સ્પર્ધા માટે વય મર્યાદા 14 થી 35 વર્ષ સુધીની રહેશે. જેનું અરજી ફોર્મ ખંભાળિયામાં લાલપુર રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C-1/4, પ્રથમ માળ, ખંભાળિયા ખાતેથી મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે તા. 28 સુધીમાં આ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.

નિયત નમુના વગરની અરજીઓ તથા સમય મર્યાદા પુર્ણ થયા બાદ મળેલી કોઈ પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application