જૂનાગઢમાં બ્રેઇન ડેડ મહિલાના અંગદાનથી નવા વર્ષના આરંભે પાંચ વ્યકિતઓને જીવનદાન

  • January 01, 2025 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં હરિઓમ નગર વિસ્તારમાં રહેતા શીલાબેન ચાચડિયાને બ્રેઈન ડેડ થતા તેના પરિવારજનો દ્રારા મૃતક મહિલાના હૃદય, ફેફસા, કિડની, લીવર અને બંને આંખોનું દાન આપવાનો નિર્ણય લેતા નવા વર્ષના પ્રારંભે મહિલાના અંગદાનથી પાંચ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા પ્રયાસ કરાયો હતો. અંગદાનની પ્રેરક પહેલના કારણે ગઈકાલે બપોરે ગ્રીન કોરિડોર મારફત મહિલાના આંતરિક અંગો હવાઈ માર્ગે લઈ જવામાં આવ્યા હતા. શીલાબેનને સારવાર માટે જૂનાગઢની આકાશ પટોળિયાની રીબર્થ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. યાં તેનું બ્રેન ડેડ થયાનું માલુમ પડું હતું તેથી તબીબો દ્રારા તેના પતિને અંગદાન કરવા માટે જણાવ્યું હતું. જેથી એક વ્યકિતના અંગથી પાંચ વ્યકિતને જીવનદાન મળે તેનાથી વિશેષ શું કહેવાય જેથી પરિવારજનોએ અંગદાન ની સહમતિ આપતા જ તબીબોએ તમામ કાર્યવાહી પૂર્ણ કરી બપોરે ગ્રીન કોરિડોર મારફત મહિલાના અંગને પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી હતી.પોલીસ વિભાગ દ્રારા એક નહીં પણ ત્રણ ત્રણ વાર ગ્રીન કોરીડોર કર્યેા હતો.ડો આકાશ પટોળિયાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં આ ત્રીજું અંગદાન કરવામાં આવ્યું છે અને તેમાં પણ જૂનાગઢમાં હૃદય નું અંગદાન સૌ પ્રથમ વાર થયું હતું.ગ્રીન કોરિડોર મારફત હોસ્પિટલેથી કેશોદ એરપોર્ટ અને ત્યારબાદ અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ હૃદય, તો બીજા ગ્રીન કોરિડોરમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ફેફસાને તેમજ અમદાવાદની જ આઈકેડી હોસ્પિટલમાં લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું છે.હૃદય અને ફેફસાને એર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. વર્ષના અંતિમ દિવસે જ મહિલાના અંગદાનથી પાંચ વ્યકિતઓને જીવનદાન મળતા આજે નવા વર્ષના પ્રથમ દિવસે એક સાથે પાંચ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે. ગઈકાલે એક તરફ મહિલાના મૃત્યુથી પરિવારજનોમાં દુ:ખ જોવા મળતું હતું તો બીજી તરફ અંગદાનથી પાંચ વ્યકિતને નવજીવન મળવા અંગેની ખુશી પણ થઈ હતી. હોસ્પિટલ ખાતે અંગો લઈ જતી વખતે સન્માન પણ કરાયું હતું.

અગાઉ ત્રણ વખત સફળ અંગદાન
રીબર્થ હોસ્પિટલમાં અગાઉ ત્રણ વખત અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ હોસ્પિટલમાં બ્રાન્ડેડ થયેલા સંજયભાઈ ગજેરાનું લીવર અને કિડની અમદાવાદના દર્દીને પ્રત્યા પણ માટે આપવામાં આવ્યા હતા, ત્યારબાદ થોડા જ વર્ષ પૂર્વે જૂનાગઢના ક્રિષ્નાબેન નામના મહિલાની પણ બ્રેડ થતા એના ફેફસાને ગુડગાંવ અને કિડની તેમજ લીવરને આઈ કેડી હોસ્પિટલને દાનમાં આપવામાં આવ્યું હતું યારે ગઈકાલે ફરી વખત આંતરિક અંગોને દાન આપી ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં પાંચ વ્યકિતને નવજીવન આપવાનો પ્રયાસ થયો છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application