જામનગરના મોદીવાડ, ફુલીયા હનુમાન મંદિર પાછળ આવેલ પ્લોટ નં. ૨/૬ બાંધકામ વાળી મિલકત ગીરો મુકી મિલકતના માલીકો દ્વારા બેંક ઓફ બરોડા, હવાઈ ચોક બ્રાંચમાંથી લોન મેળવ્યા બાદ સમયસર ચૂકવણી નહીં કરનાર "ડીફોલ્ટર" ની મિલકત જાહેર રજાઓના દિવસોમાં પોલીસ જાપ્તા સાથે કબજો અપાવવાનો હુકમ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ, જામનગરનાઓએ કરતાં "ડીફોલ્ટર્સ' માં ભાગદડ મચી જવા પામે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જામનગર સ્થિત બેંક ઓફ બરોડા ની હવાઈ ચોક શાખામાંથી (૧) ભનાભાઈ મંગાભાઈ ટારીયા, (૨) જયેશ ભનાભાઈ ટારીયા તથા (૩) મંગુબેન ભનાભાઈ ટારીયા નાઓ દ્વારા રૂા.૨૮,૧૬,૦૦૦/- ની હોમ લોન તથા પર્સનલ લોન મેળવી રકમ પરત નહીં કરતાં બેંક એકાઉન્ટમાં એન.પી.એ.થયા બાદ બેંક દ્વારા ભારત સરકારના ખાસ કાયદા-સરફેસી એકટની કલમ-૧૩ ની ડીમાન્ડ નોટીસને પણ નહીં ગણકારનાર બેંકના ગ્રાહક સામે ગીરો મિલકતનો સાંકેતિક કબજો મેળવવા અંગેની આકરી કાર્યવાહી વર્તમાનપત્રોથી જાહેર પ્રસિધ્ધિ કરાયા બાદ, બેંક દ્વારા જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મારફત ભારત સરકારના ખાસ કાયદા સરફેસી એકટની કલમ-૧૪ અન્વયે બેંકના ચીફ મેનેજર ઉદીથ કુમારની સહીથી કાર્યવાહી આરંભતા પ્રાથમિક સુનાવણીના અંતે માત્ર ૨૮ (અઠયાવીસ) દિવસના ટુંકાગાળામાં ગીરો મિલકતનો કબજો જાહેર રજાના દિવસે બેંકને સોંપી આપવા અંગે કોર્ટ કમિશ્નર મારફત પોલીસ જાપ્તા સાથે સોંપી આપવાનો અત્યંત મહત્વપૂર્ણ હુકમ કરતાં, સમયસર લોન નહીં ભરનારાઓ સામે લાલબત્તી ધરતો હુકમ જામનગરના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે કરતાં બેંક ને પબ્લીક મની રીકવરી નો મોકળો માર્ગ મળવા પામ્યો છે.
આ કેસમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ એમ. મહેતા, સંજના એમ. તખ્તાણી, મનિયા પી. ભાગવત, મુર્તઝા મોદી તથા આસિસ્ટન્ટ્સ રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech