રાજકોટ ખાતે આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ત્રણ મેગા પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમને અનુલક્ષીને કોઇપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સમગ્ર કાર્યક્રમનું પ્લાનિંગ કરવા તેમજ હાલ સુધીમાં કરેલી તૈયારીઓનો રિવ્યુ લેવા ગત સાંજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકા, એસટી તંત્ર, એઇમ્સ, સિવિલ હોસ્પિટલ સહિતના તમામ સરકારી વિભાગોની એક સંયુક્ત મહત્વપૂર્ણ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પીએમ મોદીના રાજકોટ કાર્યક્રમ માટે 1400 એસટી બસ ફાળવવા સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રૂ.1100 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્મિત 250 બેડની હોસ્પિટલ સાથેની એઇમ્સ, 100 કરોડના ખર્ચે નિર્મિત 11 માળની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ.136 કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવર સહિતના પ્રોજેક્ટનું તા.25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. સૌપ્રથમ તા.25ના સવારે દ્વારકા ખાતે રૂ.1000 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કયર્િ બાદ પ્રધાનમંત્રી બપોરે રાજકોટ પહોંચશે અને ઉપરોક્ત ત્રણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ બાદ જંગી જાહેરસભાને સંબોધશે.
દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજે મળેલી મિટિંગમાં પીએમના રાજકોટના કાર્યક્રમ માટે સમગ્ર રાજ્ય સ્તરેથી કુલ 1400 એસટી બસ ફાળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે, રાજકોટ એસટી ડિવિઝનની 200 બસ ઉપરાંત રાજ્યના તમામ 16 એસટી ડિવિઝનમાંથી કુલ 1400 બસ પીએમના ઉપરોક્ત કાર્યક્રમ માટે ફાળવાશે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત લોકાર્પણ સમારોહ ફક્ત રાજકોટ શહેર પૂરતો જ મર્યિદિત નહીં રહે પરંતુ તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી જનતા ઉમટશે. પીએમની જાહેરસભાનું સ્થળ હજુ ફાઇનલ થયું નથી પરંતુ ન્યુ રેસકોર્સ-અટલ સરોવર ખાતે જાહેરસભા યોજાય તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech