રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ જાન્યુઆરીના સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની મીટીંગ મળનાર છે દરમિયાન આજરોજ તેનો એજન્ડા પ્રસિદ્ધ થતાની સાથે નગરસેવકોએ પ્રશ્નકાળના પ્રશ્ન ઇન્વર્ડ કરાવવા માટે પડાપડી બોલાવી હતી દરમિયાન એક સાથે અનેક નગરસેવકો એકત્રિત થઇ જતા પ્રશ્નકાળમાં પ્રશ્ન ચર્ચવાનો ક્રમ નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉલાળીને ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં એકથી ૧૮ સુધી ભાજપના નગરસેવકોનો ક્રમ આવ્યો હતો, દરમિયાન વિપક્ષના કોર્પેારેટર ભાનુબેન સોરાણી પ્રશ્ન પૂછવા માટે આવ્યા હતા પરંતુ છેલ્લા ક્રમે તેમનો પ્રશ્ન આવે તેમ હોય તેમણે પ્રશ્ન પૂછવાનું ટાળ્યું હતું અને એવો આક્ષેપ કર્યેા હતો કે એજન્ડા પ્રસિદ્ધ થયા અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી આથી તેઓ સમયસર પ્રશ્ન ઇન્વર્ડ કરાવવા માટે પહોંચી શકયા ન હતા. હાલમાં ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે કાર્યરત ડેપ્યુટી સેક્રેટરી ધવલભાઈ જેસડિયા ભાજપના એજન્ટ બની ગયા હોવાનો તેમણે આક્ષેપ કર્યેા હતો. બીજી બાજુ ઇન્ચાર્જ સેક્રેટરી ધવલભાઇ જેસડિયાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દૈનિક વર્તમાન પત્રમાં એજન્ડાની જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવતી હોય છે તે સિવાય કોઈને વ્યકિતગત જાણ કરવાની હોતી નથી અને જાણ કરવી તેવો કોઈ નિયમ કે જોગવાઈ પણ નથી, જો વિપક્ષના કોર્પેારેટર ઈચ્છે તો કચેરીના કામકાજના કલાકો સુધી મતલબ કે આજે સાંજ સુધીમાં ગમે ત્યારે પ્રશ્ન ઇન્વર્ડ કરાવી શકે છે. યારે વિપક્ષના કોર્પેારેટર સોરાણીએ જણાવ્યું હતું કે જો હવે તેઓ પ્રશ્ન ઇન્વર્ડ કરાવે તો તેમનો પ્રશ્ન સૌથી છેલ્લા ક્રમે આવે અને તેથી બોર્ડ મિટિંગમાં તેની ચર્ચા થાય નહીં આથી તેમણે પ્રશ્ન પૂછવાનો જ બહિષ્કાર કર્યેા છે. તેમણે ઉમેયુ હતું કે તેઓ તેમજ તેમના સાથી કોર્પેારેટર વિપક્ષના કોર્પેારેટર તરીકે જનરલ બોર્ડ મિટિંગમાં હાજરી આપશે જ, મિટિંગનો બહિષ્કાર કર્યેા નથી પરંતુ આ મિટિંગમાં પ્રશ્નો પૂછવાનો બહિષ્કાર કર્યેા છે. વિપક્ષના કોર્પેારેટર સાથે ભેદભાવ કરીને અન્યાયનું વલણ દાખવવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ તેમણે કર્યેા હતો.
જનરલ બોર્ડમાં આ ૨૦ દરખાસ્તો અંગે થશે નિર્ણય
(૧) રાજકોટ મહાપાલિકાની ફિલ્ડ સુપરવાઈઝર (મિકેનિકલ) સંવર્ગની લાયકાત, ભરતીના નિયમોમાં સુધારો કરી, તેનો વર્ક આસીસ્ટન્ટ (મિકેનિકલ) સંવર્ગમાં સમાવેશ કરવા અને નામાભિધાન વર્ક આસીસ્ટન્ટ (મિકેનિકલ) કરવા.
(૨) વોર્ડ નં.૧માં આવેલ આવાસ યોજના(શહીદ સુખદેવ ટાઉનશીપ)ની શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેંચાણ આપી દસ્તાવેજ કરી આપવા
(૩) વોર્ડ નં.૧૧માં વેસ્ટ ઝોન પેકેજ–૩ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(શિવ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેંચાણ આપી, દસ્તાવેજ કરી આપવા
(૪) વોર્ડ નં.૧માં લાઈટ હાઉસ પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(જીજાબાઈ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેંચાણ આપી, દસ્તાવેજ કરી આપવા
(૫) કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ–૩ તેમજ વર્ગ–૪ના ફિકસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકિય સહાય ચૂકવવા અંગે
(૬) વોર્ડ નં.૩માં પોપટપરા રોડના ખૂણા પર આવેલ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનથી રેલનગર પાણીના ટાંકા સુધીના માર્ગને મંગળસિંહ સોઢા– નામકરણ કરવા
(૭) વોર્ડ નં.૧૧માં મવડી ટી.પી.એસ.૨૬માં અંબિકા ટાઉનશીપ, વેદાંત એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ બગીચાને પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) પાર્ક–નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિ ઠરાવ નં.૨૧ તા.૨૦૧૨૨૦૨૩ લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.
(૮) આજી ડેમ ખાતે નવનિર્મિત અર્બન ફોરેસ્ટ રામવનના સામાન્ય નીતિ નિયમો તથા પ્રવેશ શુલ્કમુલ્ય નક્કી કરવા અંગે
(૯) મહાનગરપાલિકા દ્રારા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડી, તેના મારફત .૧૫૦કરોડની મર્યાદામાં ભંડોળ ઉભું કરવા
(૧૦) રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા કલબના સંયુકત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિનામૂલ્યે ફાળવવા અંગે
(૧૧) પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમ(પી.આર.એસ.) માટે વેસ્ટર્ન રેલ્વેને ફાળવવામાં આવેલ જગ્યાની મુદ્દત વધારવા તથા ભાડુ રિવાઈઝ કરવા
(૧૨) સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સભ્યપદના ફીના દરો, ભાડાના દરો રીવાઇઝડ કરવા અંગે
(૧૩) રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્નાનાગાર સભ્યપદના ફી ના દરો, ભાડાના દરો રીવાઇઝડ કરવા તથા એકેડમી ફીના દરો નિયત કરવા અંગે
(૧૪) રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જીમની સભ્યપદના ફીના દરો રીવાઇઝડ કરવા અંગે
(૧૫) શહેરના વોર્ડ નં.૫માં પેડક રોડ વચ્ચે આવેલ બાલક હનુમાન મંદિર વાળા ચોકને શ્રી બાલક હનુમાન ચોક નામકરણ કરવા અંગે
(૧૬) વોર્ડ નં.૩માં રેલનગર મેઇન રોડ, સંતોષીનગર પાસે, પાણીના ટાંકાવાળા ચોકને શ્રી ઠાકર ચોક નામકરણ કરવા
(૧૭) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તાર, સાધુવાસવાણી કુંજ મેઈન રોડ ચોકને માં અમૃત પુષ્પ ચોક નામકરણ કરવા
(૧૮) ગુજરાત સરકારના અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ(૧)સામુહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ સંવર્ગની કુલ ખૂટતી પોસ્ટ નવી બાબત, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે
ગાયનેકોલોજીસ્ટ(ક્રી રોગ નિષ્ણાંત), વર્ગ–૧ની સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારિત જગ્યા પર પસંદગી કરેલ ઉમેદવારની આખરી પસંદગી કરવા
(૧૯) ગુજરાત સરકારના અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ સંવર્ગની કુલ ખૂટતી પોસ્ટ નવી બાબત, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે પીડિયાટ્રીશીયનની વર્ગ–૧ની સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત જગ્યા ઉપર નિમણુકં આપવા
(૨૦) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા બાબત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેનનો કરવા માટે ગુજરાત સરકાર રેલવેને રૂપિયા 220 કરોડ ફાળવશે
January 19, 2025 07:16 PMમહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ
January 19, 2025 07:10 PMશપથ ગ્રહણ સમારોહ પહેલા મુકેશ અને નીતા અંબાણી ટ્રમ્પને મળ્યા, રાત્રિ ભોજનમાં દેખાયો ભારતીયોનો જલવો
January 19, 2025 07:08 PMજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech