સ્ટોક માર્કેટ માટે સૌથી મોટા દુષણ દુષણ બનેલા ડબ્બા ટ્રેડિંગનો પ્રચાર પ્રસાર હવે ખુલ્લેઆમ થઈ રહ્યો છે. રોકાણકારોને ભરમાવા માટે બે નંબરનો વ્યવહાર ગણાય છે તેવા ડબ્બા ટ્રેડિંગની સોશિયલ મીડિયામાં જાહેરાતો આવવા લાગી છે જેના લીધે ખાસ કરીને રૂપિયા કમાવવાની લાલસામાં નાના માણસો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ત્યારે સેબી આ બાબતે આપણી કાર્યવાહી કરશે તે પછી આ પ્રકારની જાહેરાતો બેરોકટોક પણે આવતી રહેશે ? એવા સવાલો ઊભા થયા છે. સેબી અને પોલીસ માટે આવી જાહેરાતો પડકારપ બની છે. શું બન્ને તંત્ર અથવા સરકારી અન્ય એજન્સીઓ આવા કરોડોના બેનામી સોદાઓથી અજાણ હશે કે સેટિંગથી ચાલતું હશે તેવા સવાલો જાણકારોમાં ઊઠ્યા વગર રહે નહીં.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં કોઈ ડબા ટ્રેડિંગ કરનારે સોશિયલ મીડિયામાં પોતાની જાહેરાત મૂકીને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી છે. જેમાં તેને દશર્વ્યિું છે કે ગુજરાતનું સૌથી જૂનું ઓનલાઈન ટ્રેડિંગ.. તેના દ્વારા થતા ડબ્બાના સોદાથી એ લોકો થઈને લેરી લાલા...ભરમાવા જેવી જાહેરાતો મૂકવામાં આવી છે.
ડબા ટ્રેડીંગ જેને બોક્સ ટ્રેડિંગ અથવા તો બકેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે જે શેર બજાર માટે ગેરકાયદેસર પ્રથા છે જ્યાં માન્ય સ્ટોક એક્સચેન્જની બહાર સોદા પાડવામાં આવે છે. ડબ્બા ટ્રેડિંગમાં બ્રોકર્સ, એજન્ટોસ સોદાને અધિકૃત એક્સચેન્જ પર મૂક્યા વિના, તેમના પોતાના એકાઉન્ટ અથવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને સોદાને ટ્રેક રાખવા માટે કરે છે. ગંદા હે પર ધંધા હૈ ની જેમ.. વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ બિલાડીના ટોપ્ની જેમ ફુલ્લ્યું ફાલ્યું છે. ગેરકાયદેસર હોવાના લીધે અવારનવાર પોલીસ તંત્ર અને સેબી દ્વારા દરોડા પાડીને આવા તત્વોને કરવામાં આવે છે તેમ છતાં પણ કાયદાનો ડર હો ન હોય તેવી રીતે આવા તત્વોએ સોશિયલ મીડિયા થકી જાહેરાતો મૂકીને લાખો કરોડોના સોદા કરતાં હોવાની ચચર્િ છે. આવી જાહેરાતો ગેરકાયદેસર હોવા છતાં પણ આ લોકો હિંમતભેર સોશિયલ મીડિયામાં મૂકી ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે કે ડેમો પણ ફ્રી માં આપવામાં આવશે શું તો આવા તત્વોને કોઈ સેટિંગ હશે..? તે તપાસનો વિષય છે.
ડબ્બા ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે?
ઓફ એક્સચેન્જ ટ્રેડિંગ, ટ્રેડર્સ ઓફ માર્કેટ ચલાવવામાં આવે છે એટલે કે તેઓ નેશનલ સ્ટોક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા રૂટ કરવામાં આવતા નથી.મેનિપ્યુલેશન: ડબ્બા ટ્રેડિંગ સાથે બ્રોકર્સ સોદામાં છેડછાડ કરે છે જેમ કે વોલ્યુમમાં વધારો કરવો અથવા ગ્રાહકોને કાલ્પનિક કિંમતો પ્રદાન કરવી, કોઈ નિયમન કે પ્રતિબંધ નથી કારણ કે આ સોદા માન્ય એક્સચેન્જ દ્વારા કરવામાં આવતા નથી. તેથી તે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અથર્તિ સેબી દ્વારા નિયમનકારી દેખરેખ ને આધીન નથી. ડબ્બા ટ્રેડિંગ ટ્રેડર્સ અને રોકાણકારો માટે જોખમી છે કારણ કે સોદાઓ વચન મુજબ ચલાવવામાં આવે છે તેને ખાતરી કરવા માટે અથવા ગ્રાહકોના રોકાણની સુરક્ષા માટે કોઈ ઓપચારિક પદ્ધતિ નથી, ભારત સહિત મોટાભાગના દેશોમાં ડબ્બાના વેપાર ગેરકાયદેસર છે. અવારનવાર આવા ડબા ટ્રેડર્સ પર તવાઈ ઉતારીને દંડ આપીને વેપારને રોકવા માટે કાર્યવાહી થાય છે તેમ છતાં છાના ખૂણે ડબ્બા ટ્રેડિંગના સોદાઓ થઈ રહ્યા છે.
વોટ્સએપ પ્લેટફોર્મથી સિમ્બોલિક ઈમેજ સાથે ફોન નંબર જાહેર કરે
ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના લાખો કરોડોના સોદાઓમાં પહેલા નોટબુક પેનમાં આવા સોદાઓ લખાતા હતા. ત્યારબાદ કમ્પ્યુટર, લેપટોપમાં સોદાઓની નોંધ કરવામાં આવતી હતી. ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગમાં એટલી બધી છેતરામણી પોતાની સાઈટ બનાવેલી હોય છે કે, અજાણ્યા કે જેઓને ડબ્બા ટ્રેડિંગથી પૂરી સમજ ન હોય તેઓ પ્રથમ દ્રષ્ટિએ થાપ ખાઈ જાય અને આ સોદાઓ ચેક કરે તો સેબીમાં ડાયરેક્ટ સોદાઓ પડતા હોય તે રીતે સેવ થઈ જાય છે. ખરેખર, આવા સોદાઓ સેબીમાં જતાં જ નથી. પોતાની સાઈટના સર્વરમાં પડ્યા રહે છે. હવે આથી એક સ્ટેજ આગળ વધીને બેનંબરી ધંધામાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ખુલ્લેઆમ ઈમેજ બનાવીને તેમાં આવા ગેરકાયદે ડબ્બા ટ્રેડર્સ કસ્ટમર્સને ખેંચવા માટે પોતાના મોબાઈલ નંબર પણ મૂકતા હોય છે. ખરેખર આ નંબર ચકાસવામાં આવે તો પોલીસ કે સેબી મૂળ સુધી પહોંચી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech