વીરપુરમાં વરસાદને કારણે પાક નુકસાનના સર્વે કામગીરીમાં માત્ર એક જ અધિકારી

  • September 12, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યાત્રાધામ વીરપુર પંથકમાં કારણે પાક નુકશાનનીના સર્વેની કામગીરીમાં કૃષિ વિભાગ દ્રારા માત્ર ગ્રામ સેવક એક જ ફાળવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વધારે અધિકારીઓ ફાળવાય તેવી તત્રં સમક્ષ માંગ કરી સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર્રભરમાં સતત અને ભારે પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટ્રિ જેવી સ્થિતિ સર્જાઈ હતી,ખેડૂતોએ વાવેલા તુવેર, ડુંગળી, સોયાબીન,મરચી, મગફળી ,કપાસ સહિતના પાકોમાં મોટો પ્રમાણમાં નુકસાન થયું હતું જેમને લઈને નુકશાન થયેલા પાકોનું સર્વે કરવા અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરી હતી જેમને લઈને તત્રં સફાળું જાગ્યું હતું અને યાત્રાધામ વિરપુર પંથકમાં આજ સવારથી પાક સર્વે કરવાની કામગીરી શ થઈ હતી,જેમાં તત્રં દ્રારા ખેડૂતોને પાકમાં નુકશાન થયું હોય તેમને સૌ પ્રથમ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના નામ મોબાઈલ નંબરની નોંધણી કરાવીને સર્વે કરવાની કામગીરી શ કરવામાં આવી હતી પરંતુ પાક સર્વેની કામગીરીમાં માત્ર એક અધિકારી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો,યાત્રાધામ વીરપુર જેતપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે તેમજ વીરપુરમાં સિમ વિસ્તાર મોટો અને ખેડૂત ખાતેદારો અંદાજીત તેરસો થી વધુ હોવાથી માત્ર એક ગ્રામસેવક સર્વેની કામગીરી કરતા હોવાથી વીરપુર ગ્રામ પંચાયતના સરપંચે તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સતત વરસેલા વરસાદને લઈને મોટા ભાગના પાકોમાં નુકશાન થયુ છે અને વિરપુરનો સિમ વિસ્તાર મોટો છે .

જેમને લઈને પાક સર્વેમાં માત્ર એક અધિકારી હોવાથી સર્વે કરવામાં બહત્પ લાંબો સમય લાગે છે અને જેમને કારણે યાં સુધી સર્વેની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી તો ખેડૂતો બીજું અન્ય પાકનું વાવેતર ન કરી શકે માટે ખેડૂતોએ વીરપુરમાં પાક સર્વેની કામગીરીમાં વધારેમાં વધારે કૃષિ વિભાગના અધિકારીઓ ફાળવવામાં આવે અને વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવે તો સમયસર ખેડૂતો આગળના પાકોનું વાવેતર કરી શકે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.


વીરપુરની કામગીરી વહેલી પૂર્ણ કરાશે: અધિકારી માંકડિયા
જેતપુર તાલુકા ખેતીવાડી વિભાગના અધિકારી આર.આર.માંકડીયા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ત્રણ ત્રણ અધિકારીઓની ટિમો બનાવી છે સર્વે માટે જેમાં ગ્રામ સેવકના સેજા પ્રમાણે સર્વે ટીમોની ફાળવણી કરી છે અને સર્વેની કામગીરી વધારે ઝડપી થાય તે માટે વધારે સ્ટાફના અધિકારીઓની માંગણી પણ કરી છે તેમજ વીરપુર મોટું ગામ હોવાથી એક સાથે અધિકારીઓ સર્વેની કામગીરી જોડાઈને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એવી વ્યવસ્થા કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતના મોટી મોટી વાતો કરતી સરકાર શુ વીરપુરમાં સર્વેની કામગીરીમાં કોઈ નક્કર પગલાં લેશે !? કે શું ? તેવી ચર્ચાઓ ખેડૂતોમાં ઉઠવા પામી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application