માત્ર પાંચ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ: ૯૯ તાલુકામાં ઝાપટાં

  • September 21, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરસાદનું જોર સાવ ઘટી ગયું છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના માત્ર પાંચ તાલુકામાં એક ઈંચ કે એનાથી થોડો વધારે વરસાદ થયો છે. રાયના ૧૧૪ તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી છે પરંતુ તેમાંથી ૯૯ તાલુકામાં સામાન્ય ઝાપટા જ પડા છે.સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં માંડવી મુન્દ્રા અને નખત્રાણામાં ૩૧ મીમી, અબડાસામાં ૨૭ અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ૨૭ મિલિમિટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની કયાંય આગાહી કે ચેતવણી નથી પરંતુ અમુક જગ્યાએ છુટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે ઝારખડં તથા બિહાર તરફ આગળ વધી રહ્યું છે. યારે અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના ૪૫ થી ૫૫ કિલોમીટરની ઝડપ પવન ફંકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.ગયા સાહ વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો. તે ફરીને સરેરાશ ૩૫ ડિગ્રી આસપાસ આવી ગયો છે અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશિત વાતાવરણ તથા ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application