ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

  • February 25, 2025 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં  ૪૫  હજારની રકમનો ચેક પરત ફરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગર ના તેજસ રાજેશભાઈ નંદા પાસેથી યાસીન મંગુડીયાએ સંબંધ દાવે હાથછીના ૪૫૦૦૦  મેળવ્યા હતા.તે રકમની પરત ચૂકવણી માટે યાસીનભાઈએ  ચેક આપ્યો હતો જે ચેક બેંક માંથી પરત ફરતા તેજસ નંદાએ જામનગરની અદાલતમાં ધ નેગોશિયેબલ ઈ-ન્સ્ટ્રુમેન્ટ એક્ટની  કલમ મુજબ કેશ દાખલ કર્યો હતો. 
​​​​​​​

જે કેશ જામનગર એડી.ચીફ  જ્યુડિસીયલ મેજિસ્ટ્રેટ બી.આર. દવેની અદાલત માં ચાલી જતા અદાલત દ્વારા  યાસીનભાઈ અનવરભાઇ મંગુડીયાને એક વરસની સાદી કેદની સજા તથા ૪૫૦૦૦ના દંડનો હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરપાઈ કરવામાં કશુર કરે તે વધુ છ માસની સાદી કેદની સજાનો પણ  હુકમ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News