મવડીની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પરિવારના ઘરમાં ઘૂસી નડતર દૂર કરવાની વિધિના બહાને ત્રણ શખસોએ દંપતી સહિત ત્રણને બેભાન કરી સોનાના બે ચેઇન સહિત રૂ.1.33 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી બેડલા ગામે રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી બે ચેઇન અને બાઇક સહિત રૂ.1.53 લાખનો મુદામાલ કબજે આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અંકિત શૈલેષભાઇ જોટાણિયા, તેના પત્ની અને તેના માતાને પાણી પીવડાવી વિધિ કરવાનું નાટક કરી ત્રણ શખ્સ સોનાના બે ચેઇન અને રોકડા રૂ.3500 સહિત કુલ રૂ.1,33,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.બનાવને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધી હતી.દરમિયાન હેડ કોન્સ.હરપાલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા અને મહાવિરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નવા 150 ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડી પાસેથી બેડલાના રાયધન કાના રાઠોડ(ઉ.વ 45)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી લૂંટના બંને ચેઇન બાઇક સહિત રૂ. 1.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીની સઘન પુછતાછ કરતા રાયધન રાઠોડે આ લૂંટમાં તેની સાથે કુખ્યાત શાયર ભીખા રાઠોડ અને અનિલ જેસુખ નકુમની પણ સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ જણાવ્યું હતું કે, રાયધન અગાઉ એક ગુનામાં તથા શાયર રાઠોડ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. શાયર અને અનિલ હાથ આવ્યા બાદ અન્ય કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની શકયતા સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech