અમેરિકામાં લોકો માટે બર્ગર ખાવું મુશ્કેલ બની ગયું છે. તેને ખાવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને લગભગ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળ ઈ. કોલાઈ ઈન્ફેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ચેપ દેશના 10 રાજ્યોમાં ફેલાયો છે, પરંતુ તેની અસર કોલોરાડો અને નેબ્રાસ્કામાં વધુ જોવા મળી છે.
વિશ્વની સૌથી મોટી ફાસ્ટ ફૂડ કંપ્ની મેકડોનાલ્ડ્સના ત્રણ આઉટલેટમાંથી આ ઘટના ફેલાઈ હતી. તપાસ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર મેકડોનાલ્ડ્સના કેટલાક ઉત્પાદનો આ ચેપ ફેલાવવાનું કારણ હોવાનું માનવામાં આવે છે. મેકડોનાલ્ડ્સે અસરગ્રસ્ત રેસ્ટોરન્ટને કામચલાઉ રૂપે બંધ કરી દીધી છે અને આરોગ્ય અધિકારીઓને તેમની તપાસમાં સહકાર આપી રહી છે. કંપ્નીએ કહ્યું છે કે તે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તેના ફૂડ સેફ્ટી પ્રોટોકોલ અને સોર્સિંગની સમીક્ષા કરી રહી છે. આ ચેપ કેવી રીતે ફેલાય છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ કેસની તપાસ કરી રહેલી એજન્સી સીડીસીનું કહેવું છે કે તેની પાછળ બીફ અને સમારેલી ડુંગળી હોઈ શકે છે. ત્યારબાદ કંપ્નીએ સીડીસીને જાણ કરી કે મેકડોનાલ્ડ્સે અસરગ્રસ્ત રાજ્યોના સ્ટોર્સમાંથી ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર માટે ઉપયોગમાં લેવાતી ઝીણી સમારેલી ડુંગળી અને બીફ પેટીસ દૂર કરી દીધી છે. સંક્રમણની ઘટના બાદથી કંપ્નીના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈ. કોલાઈ એ બેક્ટેરિયાનું જૂથ છે જે પેટ, મૂત્ર માર્ગ અને શરીરના અન્ય ભાગોમાં ચેપ્નું કારણ બની શકે છે. મોટેભાગે તે નુકસાન પહોંચાડ્યા વિના આંતરડામાં જીવી શકે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં પાણીયુક્ત ઝાડા, ઉલટી અને તાવ જેવી બીમારી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech