સિહોર સહિત જિલ્લાની પ્રજા વર્ષોથી રખડતાં ઢોર વચ્ચે અસલામત છે. લોકો ઘરની બહાર નીકળે ત્યારે ટ્રાફિક કરતા કઇ શેરીમાંથી ઢોર આડે ઉતરી આવે એ કંઇ નક્કી નથી હોતું. અત્યાર સુધીમાં અનેક લોકો ઢોર અડફેટનો ભોગ બન્યા છે. અને ત્યાં સુધી કે માનવ જિંદગી હણાય જાય એ હદે વકરતી જતી ઢોરની સમસ્યા સામે જવાબદાર કોણ? તે સવાલનો જવાબ આજ સુધી ન તો તંત્ર આપી શક્યું છે, કે ન તો લોકોને મળ્યો નથી. ત્યારે સિહોરના સણોસરા નજીક રસ્તે રખડતા એક ખુંટીયાથી માનવ જિંદગી હોમાઈ છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું મોત નીપજ્યું હતું.
સિહોર શહેર અને પંથકમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો. છે. પરિણામે સમયાંતરે રખડતા ઢોરને કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે અને તેમાં મૃત્યુ પામવાના બનાવો પણ વધી રહ્યા છે. આવા જ એક વધુ બનાવમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ થયું હતું. સિહોર તાલુકા ગજાભાઈની વાવડીના રહેવાસી સંજયભાઈ મકવાણા (ઉ.વ. ૨૨)પોતાનું બાઈક લઈને સણોસરા નજીથી પસાર થતા હતા. તે વેળાએ અચાનક રસ્તામાં ખુટીયો આડો ઉતરતાં તેમને અકસ્માત નડયો હતો. આ બનાવમાં તેઓને ગંભીર ઈજા થવાથી સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયું હતું. બનાવ ની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech