બે વર્ષમાં એક લાખ યુવાનો હિન્દુ સેનામાં જોડાશે

  • January 18, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ સેના જામનગર જિલ્લાની 2025 ની સંગઠનલક્ષી અગત્યની બેઠક પૂર્ણ: સંગઠન અને સંઘર્ષલક્ષી કાર્યો સાથે જવાબદારીની ઘોષણા અને તાલુકા થી ગામડા સુધી પહોંચવાની હાકલ સાથે  હિન્દુ સેના આઈ.ડી. કાર્ડનું વિતરણ


જામનગરમાં મકરસંક્રાંતિ પહેલાજ કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ શ્રી દયાશંકર બ્રહ્મપુરીની વાડી ખાતે હિન્દુ સેના જામનગર જિલ્લાની 2025 ની સંગઠનલક્ષી અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન જામનગરના શહેર મંત્રી મયુર ચંદનના નેજા હેઠળ શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ અને શહેર યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી દ્વારા કરાયું હતું. આ બેઠકની શરૂઆત હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદાએ ઓમ કાર અને  'હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર' વ્યક્તિગત ગીતથી કરી હતી. ત્યારબાદ આવેલ મુખ્ય મહેમાનોમાં રાજકોટ થી આવેલ સ્વદેશી જાગરણ મંચ ના સૌરાષ્ટ્ર પ્રાંત યુવા આયામ પ્રમુખ તેમજ સ્વાવલંબી ભારત અભિયાનમાં સૌરાષ્ટ્ર પ્રાંત સમન્વયક પ્રો. ભાર્ગવ ગોકાણી સરકારી કોન્ટ્રાક્ટર, જમનભાઈ પાંભર જામનગર વાલ્મિકી ફાઉન્ડેશનના પ્રમુખ અને વાલ્મિકી સમાજના આગેવાન પ્રવીણભાઈ કબીરા, વિશ્વનાથ વ્યાયામ શાળાના મનોજ જાનીયાણી, આર.એસ.એસ  સામાજિક સમરસતાના સંયોજક વ્રજલાલભાઈ પાઠક નું સ્વાગત પરિચય કર્યા બાદ દીપ પ્રાગટ્ય કર્યું જેમાં કર્મકંડી બ્રાહ્મણો ભાવેશભાઈ જાનીની ટીમ દ્વારા મંત્રોચ્ચારથી બેઠકનું સ્થાન ગુંજી ઉઠ્યું હતું. 


શરૂઆત હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ (દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી) શ્રી અશોકભાઈ સોલંકી દ્વારા કરી હતી. જેમાં હિન્દુ સેનાનો વિસ્તૃત પરિચય આપી સમાજમાં હિન્દુ સેનાની જરૂરિયાત શા માટે છે?  તેની માહિતી આપી યુવાઓમાં જોમ જુસો ભરી  વાતાવરણને સનાતની હિન્દુત્વમય બનાવી દીધું હતું. ત્યારબાદ સ્વ.જા.મંચ ના પ્રો. ભાર્ગવ ગોકાણી એ યુવાનોને માનસિક રીતે મજબૂત રહેવા જણાવ્યું હતું. આજના યુવાનો અભ્યાસ બાદ સરકારી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે, બે થી ચાર વર્ષ રાહ જોવે છે પરંતુ કોઈ કંપનીમાં કે પોતાની જાતે નાના મોટા બિઝનેસ શરૂ કરતા નથી. આજે વિધર્મીઓ સમજી ગયા છે અને નાના નાના ધંધાઓ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હિન્દુ યુવાનોએ જાગૃતતા લાવવી જોઈએ અને સ્વાવલંબી બનવું જોઈએ. આમ યુવાઓમાં ચેતના ભરી હતી. બાદમાં 2 બહેનોને ઘરવાપસી કરાવેલા સૈનિક મોહિલ રૂપારેલીયાનું ખેશ પહેરાવી કર્મકાંડી શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા સન્માન કરાયું, આમ વિઘર્મી અત્યાચાર સામે લડતા સૈનિક સાગર ચૌહાણ નું સન્માન માર્શલ આર્ટ્ના કુંગ ફુ  માસ્ટર જયેશ જોષી એ કર્યું, તેમજ છેલ્લા એક વર્ષમાં બે ઘટનાઓને ધ્યાનમાં રાખી 850 થીવધુ ઈસ્લામ અંગીકાર કરવા તરફ જતા હિન્દુઓ તેમજ 280 થી ઉપર ઈશાઈ બનતા હિન્દુઓને અટકાવેલ એટલે કે ધર્માંતરણ અટકાવેલ તેવા ધ્રોલના ગૌરવ મહેતાનું સન્માન હિન્દુ સેનાના પત્ર વ્યવહાર ટાઈપિંગ કરતા યોગેશભાઈ દ્વિવેદીએ કર્યું હતું, અને છેલ્લા એક વર્ષથી કતલખાને જતી ગાડીઓ લાલપુર થી ન નીકળવા દીધેલ તેવા લાલપુરના ગોવિંદભાઈ વસરા નું સન્માન હિન્દુ સેના શહેર સહમંત્રી સંજય ધનવાણીએ કર્યું હતું અને છેલ્લે વિશેષમાં એક વર્ષથી જેતપુરમાં મોટું સંગઠન સાથે હિન્દુ સેનાની ભવ્ય રામ જન્મભૂમિ મંદિર નિર્માણના દિવસે ઉજવણી કરી એક મોટી યાત્રા કાઢી તેવા જેતપુરના સંજય ટોળીયાનું સન્માન હિન્દુ સેના ના ચંદ્રકાંતભાઈ ભાનુશાળી દ્વારા કરવામાં આવ્યું હતું. 


આ સંગઠનલક્ષી હિન્દુ સેનાની જિલ્લાની અગત્યની જવાબદારોની બેઠકમાં હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા યુવાઓને જિલ્લા, તાલુકા સ્તર સુધીની સમિતિઓ બનાવી સંગઠનલક્ષી સંઘર્ષમય યુવાઓની યાદી તેમજ પબ્લિક, પોલીસ, પ્રેસ, પોલીટીક્સ ને ધ્યાનમાં રાખી કામની ગતિ પકડવા અને 4 - p ને સાથે રાખી સમાજમાં ધર્મ વિરોધીઓની પોલ ખોલવા આગળ આવવા જણાવ્યું, વધુમાં સનાતની હિન્દુ મંદિરોને મુક્ત કરાવવા માટે શરૂઆત અજમેરથી થઈ ચૂકી છે, તેમાં 40,000 મંદિરોને હજુ મુક્ત કરાવવાના છે, 2025- 2026 માના 2 બે વર્ષમાં ગુજરાતમાં 1,00,000 એક લાખ યુવાઓને હિન્દુ સેનામાં સૈનિક તરીકે ભરતી કરવાનું કાર્ય શરૂ કરી દેવાનું જણાવ્યું હતું અને હિન્દુ સેનાના 108 આઈ. ડી. કાર્ડ આપી સૈનિકોને સંકલ્પ બંધ કર્યા હતા. 


જિલ્લામાંથી આવેલ 123 જવાબદાર સૈનિકોમાં અનેક જવાબદારીમાં ફેરફાર અને નવી જવાબદારીની ઘોષણા થયેલ હતી. જેમાં હિન્દુ સેના જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ લાલપુરના ગોવિંદભાઈ વસરા, શહેર મંત્રી જીતુભાઈ ગાલા, શહેર ઉપપ્રમુખ મેહુલ મહેતા, યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણ, જીલ બારાઈ, વિશેષમાં જવાબદારીમાં ફેરફાર કરી સૌરાષ્ટ્ર મંત્રી તરીકે જામનગરના મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ જેતપુરના સંજય  ટોડીયા, અને ધ્રોલના ગૌરવ મહેતા, જિલ્લા પૂર્ણકાલીન કિશન નંદા, તેમજ જિલ્લા વાલી તરીકે શશીકાંતભાઈ સોની, ડોક્યુમેન્ટ્સ વિભાગના સચિન જોશી, શહેર કોષાધ્યક્ષ મંથન અઘેરા, સદોડર પ્રભારી યોગેશ અમરેલીયા, સડોદર પ્રમુખ કુલદીપસિંહ પરમાર, ધ્રોલ સોશિયલ મીડિયા કન્વીનર સચિન પરમાર, સહ કન્વીનર સીદી ભરવાડ, લાલપુર ઉપપ્રમુખ ભાવેશ ઈડરીયા, કાલાવડ પ્રભારી પ્રતીક ગોસાઈ, કાલાવડ શહેર પ્રમુખ દીપકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ વિવેકભાઈ વ્યાસ, વિશેષમાં જેતપુર શ પ્રમુખ રક્ષિતભાઈ ખાચરિયા, ઉપપ્રમુખ પુષ્પરાજસિંહ ગોહિલ અને જીગરભાઈ રામાણી ની નિમણુક કરી હતી. બેઠકના અંતમાં આભાર વિધિ હિન્દુ સેનાના જિલ્લા વાલી શશીકાંતભાઈ સોનીએ કરી અને જયઘોષ સાથે બેઠક પૂર્ણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application