હાલમાં જ અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીનામાં ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીમાં જંગી મતથી જીત્યા બાદ ટ્રમ્પની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર વિશ્વના સૌથી અમીર વ્યકિત ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસનો ઉપયોગ કરનારા ૧૧૫,૦૦૦ કરતાં વધુ યુઝર્સે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને બ્લુસ્કાય જેવા પ્લેટફોર્મને પસદં કયુ છે. આ સાથે જ ગાર્ડિયન અખબારે પણ એકસનો બહિષ્કાર કર્યેા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનએ તેના પર નફરત ફેલાવવાનો આરોપ મુકીને એકસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યેા છે. અખબાર કહે છે કે એકસ પર જાતિવાદ અને કોન્સ્પીરેસી થિયરી સહિતની વાંધાજનક સામગ્રી વધી છે. છે.
ચૂંટણીના બીજા દિવસે ૧૧૫,૦૦૦ કરતાં વધુ યુએસ યુઝર્સે તેમના એકસ એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધા હતા અને આ આંકડામાં ફકત તે જ લોકોનો સમાવેશ થાય છે જેમણે વેબસાઈટ દ્રારા એકાઉન્ટસ ડિસેબલ કર્યા હતા.
અમેરિકી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં મસ્કની પ્રભાવશાળી ભૂમિકા બાદ આ ફેરફાર થયો છે. બ્લુસ્કાયનો યુઝર બેઝ ૯૦ દિવસમાં બમણો થયો છે, જે એક જ સાહમાં ૧ મિલિયન નવા સાઇન–અપ્સ પ્રા કર્યા પછી ૧૫ મિલિયન સુધી પહોંચી ગયો છે.
ધ ગાર્ડિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસને નફરત ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યું છે. યુએસ પ્રમુખપદની ચૂંટણી પછી ગાર્ડિયનએ એકસને પડતુ મૂકવાનો નિર્ણય કર્યેા છે. ૧૩ નવેમ્બરના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં ગાર્ડિયને કહ્યું કે અમને લાગે છે કે એકસ પર રહેવું હવે ઉપયોગી નથી. અહીં નેગેટીવીટી વધી છે.
અખબારે કહ્યું કે એકસ હવે એક ટોકિસક પ્લેટફોર્મ બની ગયું છે. હવે અહીં વિપુલ પ્રમાણમાં ટોકિસક કન્ટેન્ટ છે. અમે અમારા કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે વધુ સારો ઉકેલ શોધી શકીએ છીએ. ઈલોન મસ્કે આ પ્લેટફોર્મનો ઉપયોગ પોતાની રાજકીય વિચારધારાને ધારદાર બનાવવા માટે કર્યેા છે.
મસ્કના અગાઉના ફેરફારો જેવા કે મધ્યસ્થીઓને દૂર કરવા, પ્રતિબંધિત ખાતાઓને પુન:સ્થાપિત કરવા, જાતિવાદી અને નાઝી ખાતાઓને મંજૂરી આપવી, અને પોસ્ટ કરવા ઇચ્છુક કોઈપણને પ્રમોટ કરવા વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર વગેરે પરિબળોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
નોંધનીય રીતે, અગ્રણી પત્રકારો ચાર્લી વાર્ઝેલ, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના મારા ગે અને ભૂતપૂર્વ સીએનએન એન્કર ડોન લેમને આ અઠવાડિયે બ્લુસ્કાયમાં જોડાતા એકસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech