દોઢ વર્ષનો પુત્ર ચાકુ સાથે પિતા ઉપર પડ્યો, પિતાને પેટમાં ઇજા

  • January 07, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાના બાળકો રમતા રમતા કેટલીક એવી ચીજવસ્તુઓ હાથમાં આવી જતી હોય છે જે મોઢામાં નાખવાથી કે, અન્ય રીતે નુકશાન કરતા હોવાથી માતા-પિતા ની ચિંતામાં વધારો કરે છે. રાજકોટનો પરિવાર વતન તાલાલા પંથકમાં ગયો હતો ત્યારે દોઢ વર્ષનો પુત્રના હાથમાં રમતા રમતા ચાકુ આવી જતા ચાકુ સાથે સેટી ઉપર સુતેલા પિતા ઉપર પડતા પિતાને પેટના ભાગે ચાકુથી ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ તાલાલા તાલુકાના જસાપર ગામના વતની અને રાજકોટના આહીર ચોકમાં રહેતા લાલજીભાઈ શંભુભાઈ ગોસ્વામી (ઉ.વ.37)ના યુવક પોતાના વતન જસાપર ગામે પરિવાર સાથે આટો દેવા માટે ગયાં હતાં ત્યારે બપોરના સમયે સેટી ઉપર સુતા હતા અને દોઢ વર્ષનો પુત્ર સેટી ઉપર રમતો હતો દરમિયાન પત્નીએ શાક સુધારીને ચાકુ બારીએ રાખી દીધું હતું જે પુત્રના હાથમાં આવી જતા ચાકુ સાથે રમતી વખતે પિતા ઉપર પડતા લાલજીભાઈને પેટના ભાગે ચેકો પડી જતા સારવાર માટે તાલાલા બાદ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલાલા પોલીસને જાણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application