૩.૩૦ લાખમાં વન બીએચકે, ૫.૫૦ લાખમાં ટુ બીએચકે લેટ હવે મળશે

  • September 15, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્રારા નિર્માણધિન ઇડબ્લ્યુએસ–૧ અને ઇડબ્લ્યુએસ–૨ પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા આવાસો ફાળવવા માટે અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ થનાર છે. આ માટે એચ.ડી.એફ.સી, બેન્ક, રાજકોટ શહેરની શાખાઓમાંથી તા.૨૦–૯–૨૦૨૩થી તા.૧૧–૧૦–૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી શકશે.


વિશેષમાં ડા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે જે અરજદારની કુટુંબની વાર્ષિક આવક .૩ લાખ સુધીની હોય અને સમગ્ર ભારતમાં પોતાનું ઘરનું ઘર ધરાવતા ન હોય તેવા કોઈ પણ અરજદાર ઉપરોકત નિયત કરેલ બેન્કની કોઇપણ બ્રાન્ચમાંથી .૧૦૦ની ફોર્મ ફી(નોન રિફંડેબલ) ચૂકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારએ નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા.૧૮–૧૦–૨૦૨૩ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં ડિપોઝીટની રકમ, .૫,૦૦૦(રિફંડેબલ) સાથે જમાં કરવાનું રહેશે. આવાસની સુવિધામાં ઇડબ્લ્યુએસ–૧ પ્રકારમાં એક મ, એક હોલ, રસોડું,સંડાસ,બાથમ છે, જેનો કાર્પેટ એરિયા અંદાજીત ૩૦ ચોરસ મીટર છે. યારે ઇડબ્લ્યુએસ–૨માં બે મ, એક હોલ, રસોડું, સંડાસ, બાથમ છે, જેનો કાર્પેટ એરિયા અંદાજીત ૪૦ ચોરસ મીટર છે. ઇડબ્લ્યુએસ–૧ પ્રકારનાં આવાસની કિંમત .૩ લાખ અને ઇડબ્લ્યુએસ–૨ પ્રકારનાં આવાસની કિમત .૫.૫૦ લાખ છે. મુદત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણીનો ઇ–ડ્રો કરવામાં આવશે. આ માટે વધુ વિગતો અંગે ડા કચેરીના ફોન નં.૦૨૮૧–૨૪૪૦૮૧૦ પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application