સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ મી માર્ચનાં રોજ "વિશ્વ જળ દિવસ" ની ઉજવણી થાય છે. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા "વિશ્વ જળ દિવસ" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. "વિશ્વ જળ દિવસ-૨૦૨૪" અન્વયે વિશ્વમા પાણીના માધ્યમની શાંતિ સ્થાપી શકાય તે સંદર્ભે ભાવનગર શહેરમાં નગરજનોનો દ્વારા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ થાય છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ તે અંગેની જાગૃતતા લાવવા મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા વરસાદી પાણીનો જાહેર રસ્તા ઉપર નિકાલ કરવાના બદલે તેને જમીનમાં ઉતારી ભૂર્ગભ જળસ્ત્રોતમાં વધારો થાય તે માટે પૂર્વ તથા પશ્ચિમ ઝોનલ ઓફીસના હાર્વેસ્ટીંગ સીસ્ટમ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકાની ઓફીસમાં આવતા નાગરિકો તેમજ કર્મચારીઓને "વિશ્વ જળ દિવસ" નિમિતે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટેના વિવિધ ૯ પ્રકારના ઉપાયો દર્શાવતો અને તે થકી પાણીની ૮૦ ટકા સુધી બચત કરી શકાય તે દર્શાવતી પત્રિકાઓની વહેચણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસ તથા બન્ને ઝોનલ ઓફીસના પટ્ટાગણમાં વિશ્વ જળ દિવસે રંગોળી બનાવી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ હાથ કરવામાં આવ્યો હતો. મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓ દેવાંગીબેમ વૈષ્ણવ આંઉં દિપકભાઈ મકવાણા દ્વારા "જળ બચાવો" અને "સેવ વોટર" સહિતના સ્લોગન સાથે કલાત્મક રંગોળી કરવામાં આવી હતી. અને કપરા ઉનાળા દરમિયાન લોકોને પાણી બચાવવાં સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech