ગુગ્ગુળી બ્રહ્મસમાજ દ્વારા હેમાદ્રી સંકલ્પ સાથે સમૂહ યજ્ઞોપવિત: યાત્રાધામ દ્વારકાના આંગણે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટ્યો, ઠાકોરજીને ઉત્સવ ભોગમાં વિશેષ વ્યંજનો અર્પણ કરાયા
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજી જગતમંદિરમાં બળેવ પૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરવામાં આવી હતી. મધ્યાહન સમયે રાજાધિરાજ દ્વારકાધીશજીને શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત પણ ધારણ કરાવવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા યજ્ઞોપવિતની અલાયદિ વિધિ કરાયા બાદ ઠાકોરજીને યજ્ઞોપવિત તેમજ રાખડી અર્પણ કરાઇ હતી. બીજી બાજુ વહેલી સવારથી યાત્રાધામના આંગણે હજારો ભાવિકો ઉમટી પડયા હતા. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન બાદ સ્વર્ગ દ્વારે દર્શનાર્થી ભાવિકોની લાંબી કતાર જોવા મળી હતી.
શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરાઇ હતી.મધ્યાહન સમયે દ્વારકાધીશ રાજાધિરાજને શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત પણ ધારણ કરાવવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા યજ્ઞોપવિતની અલાયદિ વિધિ કરાયા બાદ ઠાકોરજીને યજ્ઞોપવિત તેમજ રાખડી અર્પણ કરવામાં આવી હતી.
દ્વારકાધીશ જગતમંદિરમાં મધ્યાહન સમયે ઠાકોરજીને યજ્ઞોપવિત અર્પણ કરાયા બાદ ઉત્સવ ભોગ અર્પણ કરાયો હતો જેમાં ઠાકોરજીને બાલભોગ ઉપરાંત વિશેષત: ગોળધાણાં, શીરો તથા ગોળપાપડીનો ભોગ અર્પણ કરાશે અને સાથે જ ઠાકોરજીની આરતી પણ કરવામાં આવી હતી.જયારે ઠાકોરજીના યજ્ઞોપવિધ ધારણ કયર્િ બાદ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજી સન્મુખ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી.
જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર બળેવ પૂર્ણિમની ઊજવણી કરાઈ હતી જેમાં સવારે 8.00 કલાકે બ્રાહમણો દ્વારા પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવી હતી જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી હતી. આ સાથે ગાયત્રી મંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા.
દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ, ગ્રહ - નક્ષત્ર - ઋતુ અને માસ તર્પણની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મધ્યાહન સમયે જગતમંદિરમાં ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ વિધિ બાદ બપોરે 12.30 કલાકે ગુગળી બ્રહમપુરી ખાતે અંદાજિત બે હજારથી વધુ બ્રાહ્મ જ્ઞાતિબંધુ પુરૂષો એક જ જગ્યાએ સમૂહમાં ધાર્મિક વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞોપવિત ધારણ કયર્િ હતા. દ્વારકામાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતાં હોય છે. તેમાં પણ હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં બળેવ પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech