સાધુવાસવાણી રોડ પર લુખ્ખાઓની મહિલાઓ સાથે સરાજાહેર મારામારી

  • January 15, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધુવાસવાણી રોડ પર આઇકોન બિલ્ડિંગ પાસે જાહેરમાં મહિલા સહિતનાને કેટલાક શખસો મારમારતા હોવાનો વીડિયો આજરોજ સોશિયલ મીડિયમા વાઇરલ થયો છે.દરમિયાન આ મામલે મહિલા પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી હતી.છાશવારે કાયદો હાથમાં લઇ રંજાડનાર આ નશાખોરોને પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી માંગણી કરી હતી.
શહેરના સાધુવાસવાણી રોડ પર કેટલાક શખસોએ મહિલા સહિતના સાથે જાહેરમાં મારામારી કરી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો હતો.તો હત્પમલાનો ભોગ બનાનાર મહિલા સહિતા યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યા હતાં.અહીં તેમણે જણાવ્યું હતું કે,અહીં રહેતા આ નશેડીઓ નશાની હાલતમાં અવારનવાર અહીં ડીંગલ કરી નિદોર્ષ લોકોને પરેશાન કરી મારકૂટ કરે છે.
આગાઉ પણ એકથી વધુ વખત આ શખસોએ આ રીતે મારમારી કરી હતી.પણ પોલીસ અટકાયતી પગલાં લઇ તેમને છોડી દેતી હોય જેથી આવા લુખ્ખા તત્વોની હિંમત વધે છે અને તેઓ ફરી ઝઘડા કરી પરેશાન કરે છે.ત્યારે આ શખસો સામે પોલીસ કડક કાર્યવાહી કરી તેમને શાન ઠેકાણે લાવે તેવી મહિલાએ રોષભેર માંગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application