નો એન્ટ્રી 2 માં જુના સ્ટાર્સ રીપીટ નહી થાય

  • February 01, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ લીડ રોલ પ્લે કરશે


અનીસ બજ્મીની ફિલ્મ ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, સલમાન ખાન અને ફરદીન ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.હવે મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે જેમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ લીડ રોલ પ્લે કરશે

અનીસ બજ્મીની ફિલ્મ ‘નો એન્ટ્રી’ને બોની કપૂરે  પ્રોડ્યુસ કરી હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ કોમેડી મૂવીએ દર્શકોને ખૂબ જ એન્ટરટેઈન કર્યા હતા. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની સીક્વલની રાહ જોઈ રહ્યા છે.


મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે. મીડિયા રિપોર્ટ અનુસાર બોની કપૂર ઝી સ્ટુડિયો સાથે ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવશે, અનીસ બજ્મી આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ લીડ રોલ પ્લે કરશે. મેકર્સે આ ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ કરી દીધી છે. ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 


આગામી વર્ષે રિલીઝ થશે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’

અનીસ બજ્મી અને બોની કપૂર છેલ્લા 6 મહિનામાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂર સાથે મુલાકાત કરી છે. આ ત્રણ સ્ટાર્સને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી ગઈ છે. ડિસેમ્બર 2024માં ફિલ્મ ‘નો એન્ટ્રી 2’નું કામ શરૂ થશે. વર્ષ 2025માં ફિલ્મ ‘નો એન્ટ્રી’ને 20 વર્ષ પૂરા થશે, ત્યારે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ રિલીઝ કરવામાં આવશે. 


આ ફિલ્મમાં ત્રણ મુખ્ય હીરોની સાથે અન્ય કાસ્ટ ફાઈનલ કરવામાં આવી નથી. હાલમાં વરુણ ધવન તેમની અપકમિંગ ફિલ્મ માટે શશાંક ખૈતાન અને ડેવિડ ધવન સાથે શુટીંગ કરી રહ્યા છે. અર્જુન કપૂર હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ના શુટીંગમાં બિઝી છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application