ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે.ટ્રેન વધુ બે મહિના લંબાવાઈ

  • August 01, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જવા આવવાના આઠ-આઠ ફેરા માટે એમ વધુ બે માસ લંબાવવામાં આવી છે.સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૦૯૫૨૦/ ૦૯૫૧૯ ઓખા- મદુરાઈ- ઓખા વીકલી સ્પેશિયલ પૈકી ટ્રેન નંબર ૦૯૫૨૦ ઓખા-મદુરાઈ સ્પેશિયલના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં આઠ ફેરા દર સોમવારે લંબાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે ૨૨.૦૦ કલાકે ઉપડશે અને ગુરુવારે ૧૧.૪૫ કલાકે મદુરાઈ પહોંચશે.
​​​​​​​
એજ રીતે ટ્રેન નંબર ૦૯૫૧૯ મદુરાઈ- ઓખા સ્પેશિયલના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં આઠ ફેરા દર શુક્રવારે લંબાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે ૦૧.૧૫ કલાકે ઉપડશે અને રવિવારે ૧૦.૨૦ કલાકે ઓખા પહોંચશે. ટ્રેન નંબર ૦૯૫૨૦ માટેનું બુકિંગ ૨જી ઓગસ્ટ, ૨૦૨૩થી પીઆરએસ કાઉન્ટર અને  આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application