મધરાત્રે કલેકટરના હસ્તે લીલી પરિક્રમાનો ઔપચારિક પ્રારંભ

  • November 13, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારતક સુદ અગિયારસની મધરાત્રિથી જ  ગિરનારની લીલી પરિક્રમા પૂજન બાદ શ કરવાની વર્ષેા જૂની પરંપરા છે. પરંતુ છેલ્લ ા ત્રણ થી ચાર વર્ષથી અગિયારસના બદલે આગોતરી પરિક્રમા શ થઈ જાય છે જેથી ગઈકાલે મધ રાત્રે તત્રં દ્રારા ભવનાથ તળેટી  દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે સાધુ સંતો પદાધિકારી, અધિકારીઓએ દીપ પ્રાગટ પણ કયુ હતું. આ પ્રસંગે એસઆરપી બેન્ડ દ્રારા પણ શૂર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી.
 ગુદત્ત ભગવાનનું પૂજન, જય ગિરનારીના નાદ સાથે શ્રીફળ વધેરી અને રિબિન કાપી પરિક્રમાનો પ્રારભં કરાવ્યો હતો. જોકે આગોતરી પરિક્રમા થઈ હતી જેથી ગઈકાલે થયેલી ઉધ્ઘાટન વિધિ માત્ર ઓપચારિક બની ગઈ હતી. હર હર મહાદેવ જય ગિરનારી ના નાદ સાથે થયેલ ગુંજારવ બાદ ઉધ્ઘાટન વિધિમાં ભવનાથ તીર્થક્ષેત્રના હરગિરીબાપુ,  શેરનાથ બાપુ ,ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રા નંદગીરી બાપુ, શૈલજાદેવીજી, જયઅંબેગીરી માતાજી, સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણા,  કમિશનર ઙો.ઓમ પ્રકાશ, એસ.પી  હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ  પુનિતભાઈ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
તો બીજી તરફ ગિરનારની લીલી પરિક્રમા  વર્ષેા પહેલા પ્રાચીન સમયથી પાયતન પાસે આવેલ પરિક્રમા દ્રાર ખાતે જ પરંપરાગત પરિક્રમાની પૂજન વિધિ થતી હતી પરંતુ હવે તેનું સ્થળ બદલાઈ જતા ગિરનાર છાયા મંડળના સંતો મહંતો દ્રારા ગઈકાલે રાત્રે પૂજન વિધિનો બહિષ્કાર કર્યેા હતો અને ઉપસ્થિત રહ્યા ન હતા.જેથી તંત્રમાં દોડધામ થઈ હતી. સતં મહેશ ગીરી બાપુના જણાવ્યા મુજબ પરંપરાગત રીતે પાયતન પ્રવેશ દ્રાર કે જે પરિક્રમા દ્રાર કહેવાય છે ત્યાં જ પરિક્રમાનું અગિયારસની મધરાત્રીએ ઉધ્ઘાટન થતું હતું પરંતુ પ્રાચીન પરંપરા વિસરાઈ ગઈ છે જેથી અધિકારીઓ ના કારણે પરિક્રમાનું ઉધ્ઘાટન વિધિ નું મહત્વ ઓસરાઈ રહ્યું છે. જેથી નિયત સ્થળ કે યાં પહેલા પ્રાચીન સમયથી પરંપરાગત પરિક્રમા શ થતી હતી ત્યાં જ પરિક્રમા નો પ્રારભં કરવામાં આવે અને આગામી સમયમાં નવો પ્રવેશ દ્રાર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંપરાગત પરિક્રમાની ઉધ્ઘાટનની વિધિનું સ્થળ બદલાતા ગઈકાલે રાત્રે પૂજન વિધિ અને ઉધ્ઘાટનમાં ગિરનાર છાયા મંડળના સંતો મહંતો ઉપસ્થિત ન રહ્યા અને ઉદઘાટન વિધિનો બહિષ્કાર કર્યેા હતો.આગોતરા ગેટ ખોલવાને કારણે પરિક્રમા સ્થળ બન્યું પિકનિક પોઇન્ટ ગિરનારની લીલી પરિક્રમામાં કારતક સુદ અગિયારસના મધરાત્રે જ પ્રારભં કરવાનો વર્ષેા જૂની પરંપરા છે.પરંતુ તત્રં અને વન વિભાગ ના નવા નવા અધિકારીઓ ના આગમન બાદ પરિક્રમા ના ગેટ વહેલા ખોલી દેવામાં આવે છે.જેથી વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે જ લાખો ભાવિકોતો પરિક્રમા પૂર્ણ કરી તળેટી વિસ્તારમાં પહોંચી જાય છે. જેથી પરિક્રમા અને ધાર્મિક મહત્વ પણ પિકનિક પોઈન્ટ વધુ થઈ રહ્યું છે.પરંપરાગત પરિક્રમા કરવા આવતા ભાવિકોના જણાવ્યા મુજબ આગોતરી પરિક્રમા કરવા આગામી વર્ષેામાં તો સાતમથી જ ભાવિકો પહોંચી જશે તો શું તત્રં ત્યારે દરવાજા ખુલશે જેથી નિયમ અને વર્ષેા સુધી પરંપરા વિસરાવી ન જોઈએ તેમ જણાવી આગોતરી પરિક્રમા સામે રોષ ઠાલવ્યો હતો. તત્રં દ્રારા દર વર્ષે પરિક્રમાની પૂર્વ તૈયારી પે દરવાજા નહીં ખોલવામાં આવે અને અગિયારસની મધરાત્રે પરિક્રમા શ કરશે તેવા દાવા કરે છે. બહારથી આવેલા અધિકારીઓને વર્ષેાથી થતી પરંપરા અંગે કદાચ જ્ઞાન ન હોય પરંતુ મિટિંગમાં ઉપસ્થિત સંતો મહંતો કે જે પરિક્રમા માટે મહત્વનો પરિબળ છે તેઓએ આગોતરી પરિક્રમા ન જ થવા દેવા રસ દાખવવો જોઈએ પરંતુ માત્રને માત્ર નિવેદન આપી મીટીંગ પૂર્ણ થાય છે. અને સમયસર અને પરંપરાગત રીતે શ થતી પરિક્રમા ના નિર્ણયનો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફીયાસકો થયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application