ખંભાળિયામાં સગીરાની પજવણી કરીને છેડતી કરતા શખ્સ સામે ગુનો

  • November 29, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અટકાયત કરીને પાઠ ભણાવ્યો

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ શખ્સ દ્વારા તેર વર્ષની સગીરાનો પીછો કરી, અવારનવાર પજવણી કરવા ઉપરાંત છેડતી કરતા આ પ્રકરણ અંગે પોલીસે આ શખ્સની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા એક પરિવારની આશરે ૧૩ વર્ષની સગીર પુત્રીને અહીંના ભઠ્ઠી ચોક વિસ્તારમાં આવેલા મટન માર્કેટ પાસે રહેતા અહેમદ ઉર્ફે ભુરીયો ઈકબાલ અલીમિંયા બુખારી નામનો ૨૦ વર્ષનો સૈયદ શખ્સ અવારનવાર પીછો કરી તેણીની છેડતી કરતો હતો.
દરમિયાન બે દિવસ પૂર્વે અહીંના એક મંદિર પાસેથી બહેનપણી સાથે નીકળેલી ઉપરોક્ત ૧૩ વર્ષની સગીરાનો બાઇક વડે પીછો કરી અને ધસી આવેલા અહેમદ ઉર્ફે ભૂરિયો બુખારીએ છેડતી કરતા શબ્દો કહી, પરેશાન કરતા સગીરાએ આસપાસના દુકાનદારોને આ બાબત જણાવી હતી. જેથી વેપારીઓ વિગેરે અહીંના પોલીસ સ્ટેશનને દોડી ગયા હતા.
આ પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત આરોપીને તાકીદે ઝડપી લઇ, તેની સામે આઈપીસી કલમ ૩૫૪ (સી), પોકસો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, તેને જરૂરી નશિયત શીખવી હતી.
આ પ્રકરણમાં આગળની તપાસ પી.આઈ. જોશીએ હાથ ધરી, આરોપીને રિમાન્ડ પર લેવા સહિતની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application