દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મરીન પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગઈકાલે સોમવારે ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં અલ ગોસ્સ આમદ નામની એક બોટમાં ચેકિંગ કરતા આ બોટ માટે માલિક/ટંડેલ દ્વારા ફિશિંગ અંગેનું ટોકન મેળવી ને બાલાપર ફિશિંગ લેન્ડિંગ પોઇન્ટ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ માછીમાર દ્વારા બોટને લેન્ડિંગ પોઇન્ટ બાલાપર લઈ જવાના બદલે ઓખા નજીકના ડાલ્ડા બંદર ફિશિંગ લેન્ડિંગ પોઇન્ટ ખાતે લઈ જવામાં આવતા સમગ્ર બાબતે ઓખા મરીન પોલીસે આ બોટના માછીમાર જીકર દાઉદભાઈ સાંઘાર (ઉ.વ. 50, રહે, બાલાપર) સામે ફિશરીઝ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMરવિનાની દીકરીની ફિલ્મ 'આઝાદ' ટુક સમયમાં પરદા પર આવશે
January 09, 2025 12:14 PMઅભિનેતા રોહિત રોયે વર્ણવી "શૂટઆઉટ એટ લોખંડવાલા" માટે પોતાની વેઈટલોસ જર્ની
January 09, 2025 12:12 PMદમદાર અને ટોક્સિક લુક સાથે યશે ફેન્સને કર્યા એકસાઈટેડ
January 09, 2025 12:10 PMકંગના રનૌતે સ્પષ્ટ કહ્યું- હું ફરી ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું
January 09, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech