ગોંડલ રોડ પર રહેતા મહિલાના નામની ખોટી સહી કરી તેના પિતરાઇ ભાઇએ .૪૦ લાખની લોન લઇ લીધી હતી.કોલકાતા કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ મહિલાને આ અંગે જાણ થઇ હતી.ત્યારબાદ તેમણે પીતરાઇ ભાઇ વિધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુ ભુવન પ્લોટમાં રહેતા બ્રિન્દાબેન નીરજભાઈ પટેલ (ઉ.વ ૪૩) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના પિતરાઈ ભાઈ અમિત મનહરભાઈ બોરડ વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બ્રિન્દાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ ઘરેથી જ સર્વિસ પ્રોવાઇડરનું કામ કરે છે અને તેના પતિ ચારેક વર્ષથી આફ્રિકાના જાંબીયા દેશમાં કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૭ માં તેણે તેના પિતરાઈ ભાઈ અમિત બોરડ કે જે તેના ઘરના ઉપરના માટે ભાડે રહેતો હતો તેની સાથે મળી ભાગીદારીમાં શ્રી પાવડર કોટિંગ નામની ગોંડલ રોડ ઉપર પેઢી શ કરી હતી. જેમાં તેઓ લોખંડના પાર્ટસ અને કલર કરવાનું જોબ વર્ક કરતા હતા. આ પેઢીના ડીડમાં માત્ર તેનું નામ રાખ્યું હતું બધો વહીવટ તેમના પતિ નીરજભાઈ અને અમિત કરતા હતા.
ચારેક વર્ષથી પતિ આફ્રિકા જતા રહેતા અને દીકરી પણ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હોય પેઢીમાં ધ્યાન આપી શકતા ન હતા. જેથી પેઢીમાંથી છૂટા થવાનું નક્કી કરી ગઈ તા. ૪૪૨૦૨૪ ના અમિતને છૂટા થવા માટે નોટિસ આપી હતી. જેના બીજા દિવસે સી.એ. સર્ટીફીકેટ સાથે હિસાબ આપતા તેને ૭.૧૮ લાખ લેવાના બાકી નીકળતા હતા અને તે તારીખ ૭૫ ના પેઢીમાંથી છૂટા થઈ ગયા હતા. ડિસેમ્બર માસમાં પોસ્ટ મારફતે કલકત્તાની કોર્ટ તરફથી બે નોટિસ મળી હતી અને તા. ૨૩૧૨ ના કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જેથી આ બાબતે અમિતને પૂછતા પ્રથમ તેણે સરખી રીતે જવાબ આપ્યો ન હતો.બાદમાં તેણે ફરિયાદીની દુકાન પર મોર્ગેજ લોન લીધી છે અને મીન્ટીફી ફીનસર્વ પ્રા.લી. નામની ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધાનું કહેતા આ કંપનીની ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલી ઓફિસે જઈ પૂછપરછ કરતા મેનેજરે લોનના ડોકયુમેન્ટ બતાવ્યા હતા.
જેમાં તેમની સહી હતી આથી તેણે મેનેજરને આ સહી મેં નથી કરી તેમ કહેતા મેનેજરે તમારા ભાઈ અમિતે સહી કરીને ડોકયુમેન્ટ આપી ગયા છે અને ૪૦ લાખની મોર્ગેજ લોન લીધી છે. ફરિયાદીના ઘરના બદલે આગળની શેરીના કોઈ ઘરનો ફોટો પાડી ડોકયુમેન્ટમાં ડોકયુમેન્ટમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારે અમિતે ફાઇનાન્સ કંપનીમાંથી ફરીયાદીની જાણ બહાર લોનના કાગળમાં તેની ખોટી સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી .૪૦ લાખની લોન લઈ લીધી હોય જે અંગે મહિલાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech