કલેકટર કચેરીમાં કર્મયોગીઓ દ્વારા ‘બંધારણ દિવસ’ નિમિતે શપથ ગ્રહણ

  • November 28, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની બંધારણ સભાએ તારીખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ ૨૬મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૬મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.  જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કલેકટર કચેરીની તમામ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application