મહિલા ડોકટરના રેપ–હત્યાના મામલે દેશભરમાં ઓપીડી બંધ

  • August 13, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતામાં ટ્રેઇની ડોકટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડોકટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સએ આજે દેશવ્યાપી વિરોધ અને ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બધં રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે 'જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડોકટરોના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્ર્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે.
આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે તપાસ હજી પણ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને આ કેસમાં મહત્ત્વની કડીઓ મળી છે. આ કડીઓ બતાવે છે કે આ ગુનામાં સંજય એકલો ન હતો. કોલકાતાના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે મહિલા ડોકટરના રેપ અને મર્ડરના કેસમાં એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય લોકોની તલાશ કરી રહ્યા છે જેનો આ ઘટના સાથે સંબધં છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક હેલ્પલાઇન નંબર પણ શ કર્યેા છે, જો ડોકટરોને કોઈના પર પણ શંકા હોય તો તે ખાનગી રાહે જાણકારી આપી શકે છે. અમે બધા તેના કુટુંબના સંપર્કમાં છીએ.
કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જે લોકો આમાં સામેલ છે અમે તેમને આગામી ચારથી પાંચ દિવસમાં પકડી લઇશું. આમ છતાં તેના કુટુંબને સંતોષ નહીં થાય તો સીએમ મમતા બેનરજીએ કહ્યું તેમ સીબીઆઇને તપાસ સોંપી દેવાશે. પોલીસે જણાવ્યું હતું કે હત્યાંકાંડનો મુખ્ય આરોપી સંજય રોય હોસ્પિટલનો કર્મચારી ન હતા, પણ તે ઘણી વખત હોસ્પિટલના સંકુલમાં આવતો હતો. તે કોલકાતા પોલીસ સાથે વોલન્ટિયરના સ્વપમાં કામ કરતો હતો. આ એક પ્રકારનો કોન્ટ્રાકટ હોય છે, તેમા તે ટ્રાફિક વ્યવસ્થા અને કુદરતી હોનારતો સહિત જુદા–જુદા પ્રકારના કાર્યેામાં પોલીસની મદદ કરતો હતો અને આ બદલ તેને મહિને . ૧૨,૦૦૦નું વેતન મળતું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application