રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં રહેતી યુવતીને મવડી સ્મશાનમાં રહેતા ભુવાએ પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. 8 માસ પુર્વે પ્રેમી ભુવાએ યુવતીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ગઇકાલે યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ સાથે ભુવો યુવતીને સારવાર માટે હોસ્પીટલે લાવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજતા ભુવો પ્રેમીકા યુવતીની લાશને હોસ્પીટલમા તરછોડી નાસી છુટ્યો હતો. યુવતીને ભુવાએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ તેનાં પિતાએ સનસનીખેજ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
ભુવાને ઓલરેડી બે ઘરવાળી તો છે જ
મૃતકની બહેને આક્ષેપ કર્યો છે કે, ભુવા સાથે એક વર્ષથી સંપર્કમાં હતી. ભુવાએ કહ્યું હતું કે, તારા પપ્પા ગુજરી જશે, વિધિ કરાવવી પડશે. આથી દાણા જોવામાં એ ભુવા પાસે ફસાઇ ગઈ. 10 મહિનાથી તો તેની સાથે જ છે. આ પહેલા પણ દવા પીધી હતી. ભુવાને ઓલરેડી બે ઘરવાળી તો છે જ. હોળીના દિવસે પોલીસવાળા અમને ઘરે કહેવા આવ્યા હતા કે તમારી દીકરીએ સુસાઇડ કર્યું છે. તેના શરીરે માર માર્યો હોય અને બટકા ભર્યા હોય તેવા નિશાન છે. અમારી દીકરી તો જતી રહી પણ બીજાને દીકરી ન જાય એ માટે કડક સજા કરવાની અમારી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુંદાવાડી સહિતની બજારોમાં આઠ મિલકત સીલ; રૂ.૫૭ લાખ વસુલ્યા
March 18, 2025 03:19 PMરૈયાધારમાં માતાજીના બોકડા બાબતે મારામારી: ચાર ઘવાયા
March 18, 2025 03:18 PMપોરબંદર પંથકમાં ઉનાળાના આરંભે ખોરાક અને પાણીની શોધમાં ભટકી રહી છે નીલગાય
March 18, 2025 03:10 PMજેટી સુધીના રસ્તાને ૧૪૫ કરોડથી વધુના ખર્ચે ફોરલેન બનાવવા થઇ જાહેરાત
March 18, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech