રાજયમાં નકલીનો રાફડો ફાટયો: હવે રાજકોટમાં ડુપ્લિકેટ પોલીસમેને પ્રૌઢને ઉઠાવી જઈ લૂંટી લીધા

  • December 30, 2023 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં નકલીનો જાણે રાફડો ફાટયો હોયની માફક હવે રાજકોટમાં પણ ક્રાઈમ બ્રાંચનાં ડુપ્લિકેટ પોલીસમેન લાઈનબોયે ૫૪ વર્ષિય શ્રમિક પ્રૌઢને આંતરી ટૂ વ્હીલરમાં ઉઠાવી જઈ ફરીટ કરી દેવાની ધમકી આપી પ્રૌઢના ખિસ્સામાંથી ૮૦૦૦ની રોકડની લૂંટ ચલાવ્યાની ઘટના ભકિતનગર પોલીસ મથકે નોંધાતા જ પોલીસે તુરતં જ સીસીટીવીના આધારે આરોપીને દબોચી લીધો છે. અગાઉ પોલીસના નામે કયાંય કોઈ ખેલ નાખ્યા, તોડ, લૂંટ કરી છે કે, કેમ? અન્ય કોઈ ગુના આચર્યા છે કે, કેમ? સહિતના મુદે નિવૃત પોલીસ કર્મી પુત્ર ઓસમાણ ઈશાકભાઈ ખેબર રહે.દૂધસાગર રોડ રાજકોટના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

ઘટના સંદર્ભે પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી ફરિયાદની વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને કારખાનામાં કામ કરતા પ્રૌઢ રાજેશભાઈ ચમનભાઈ ગોસ્વામી ઉ.વ.૫૪ ગઈકાલે બુધવારે રજા હોવાથી ઘરના કામકાજ પતાવવા નીકળ્યા હતા. કોઠારિયા રોડ પર ગેસ બીલ ભરવા ગયા ત્યાંથી કવાર્ટર સંદર્ભે વકિલનું કામકાજ હોવાથી મોચીબજાર કોર્ટે ગયા હતા. બપોરે ત્યાંથી પગપાળા પરાબજાર આવ્યા અને ભુતખાના ચોક સુધીની ઓટો રિક્ષામાં બેઠા હતા. ભુતખાના ચોક ઉતરીને ઘરે જવા કોઠારિયા સોલવન્ટ રૂટ તરફની રિક્ષાની રાહમાં હતા.

ભુતખાના ચોક પાસે ઠંડા પીણાની દુકાને સોડા પીધી હતી અને રિક્ષામાં  અન્ય પેસેન્જર્સ સાથે બેઠા હતા. રિક્ષા થોડે આગળ કાંતા વિકાસ ગૃહ પાસે પહોંચતા એકિટવામાં ઓસમાણ ખેબર ધસી આવ્યો હતો. રિક્ષા ઉભી રખાવી હતી અને પ્રૌઢાને ગંદી ભાષા શબ્દો કહી ધમકાવા લાગ્યો હતો. રિક્ષામાંથી ઉતારી એકિટવા પર નજીક શેરીમાં લઈ ગયો. ભુતખાના ચોક પાસે મહિલાઓ સાથે વાતો કરતો હતો. હત્પં ક્રાઈમ બ્રાંચમાં છું તને ફીરટ કરી દઈશ. છૂટીશ પણ નહીં. હત્પં પોલીસની ગાડીમાં નીકળ્યો ત્યારે મહિલાઓ સાથે જોયો હતો. ધમકાવી ખિસ્સામાં રહેલી ૮૦૦૦ની રોકડ રકમ લઈ લીધી હતી. લૂંટ ચલાવી નાસી ગયો હતો.
ક્રાઈમ બ્રાંચના સ્વાંગમાં આવેલા શખસથી ડરી ગયેલા પ્રૌઢ લૂંટનો ભોગ બન્યા બાદ સમગ્ર વાત પોતાના એડવોકેટને કરી હતી. ત્યાંથી સીપી કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. ભકિતનગર પોલીસ મથકે પહોંચતા પીઆઈ એમ.એમ.સરવૈયા પીએસઆઈ વસાવાએ પ્રૌઢની ફરિયાદ આધારે ઓસમાણ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસના નામે કરેલા કારનામાને ગંભીરતાથી લઈ જયાં બનાવ બન્યો ત્યાં નજીકના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. આરોપી ઓસમાણ હોવાની ઓળખ મળતા તાત્કાલિક દબોચી લઈ ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢમાં નકલી ડીવાયએસપીએ નોકરીના નામે લાખો ખંખેર્યા ત્યાં હવે રાજકોટમાં નકલી પોલીસે લૂંટ ચલાવતા નકલીનો સિલસિલો થંભતો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application