હવે એટીએમમાંથી પીએફના રૂપિયા પણ ઉપાડી શકાશે

  • November 30, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર ઇપીએફઓ ૩.૦ પહેલ હેઠળ ઇપીએફઓ સભ્યોની સુવિધાઓ વધારવા માટે ઘણા પગલાં લાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ, કેન્દ્રીય શ્રમ મંત્રાલય કર્મચારીઓના પેન્શન યોગદાન અને ડેબિટ કાર્ડ જેવું જ એટીએમ કાર્ડ જારી કરવા પર વિચાર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ કાર્ડની મદદથી ઇપીએફઓ મેમ્બર્સ ભવિષ્યમાં સીધા એટીએમ માંથી પીએફના પૈસા ઉપાડી શકશે.
આ યોજના મે–જૂન ૨૦૨૫ સુધીમાં લાગુ થવાની ધારણા છે. હાલમાં, ઈપીએફ સભ્યોએ ઉપાડની રકમ ઈપીએફ ખાતા સાથે જોડાયેલા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ૭ થી ૧૦ દિવસ રાહ જોવી પડે છે. ઉપાડની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી અને ઇપીએફઓ ને જરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી આવું થાય છે.
મીડિયા રિપોટર્સ અનુસાર, સરકાર કર્મચારીઓના પીએફ યોગદાન પર ૧૨ ટકાની મર્યાદાને દૂર કરવા પર વિચાર કરી રહી છે. આ ફેરફારો કર્મચારીઓને તેમની બચતના આધારે વધુ યોગદાન આપવાનો વિકલ્પ આપી શકે છે. જો કે, એમ્પ્લોયરનું યોગદાન નિશ્ચિત કરવામાં આવશે, જે કર્મચારીના પગારની ટકાવારી તરીકે ગણવામાં આવશે. હાલમાં, કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંને પ્રોવિડન્ટ ફંડમાં ૧૨ ટકા યોગદાન આપે છે. એમ્પ્લોયરના યોગદાનમાંથી, ૮.૩૩ ટકા એપીસેસ–૯૫ હેઠળ પેન્શન કપાતમાં જાય છે અને ૩.૬૭ ટકા ઈપીએફ તરફ જાય છે.
અહેવાલો અનુસાર, કર્મચારી પીએફ યોગદાન પરની મર્યાદા દૂર કરવામાં આવી શકે છે, યારે એમ્પ્લોયરનું યોગદાન ૧૨ ટકા પર નિશ્ચિત રહેશે. આ ફેરફાર પેન્શનની રકમને અસર કરશે નહીં, કારણ કે પેન્શન યોગદાન પણ ૮.૩૩ ટકા પર સ્થિર રહેશે. પેન્શનની રકમ ત્યારે જ વધશે યારે સરકાર પીએફ કપાત માટે પગાર મર્યાદા વધારશે, જે હાલમાં ૧૫,૦૦૦ પિયા નક્કી કરવામાં આવી છે. એવી અટકળો છે કે કેન્દ્ર આ મર્યાદા વધારીને ૨૧,૦૦૦ પિયા કરી શકે છે. જો કે, કર્મચારીઓ માટે ઉચ્ચ યોગદાન તેમને ૫૮ વર્ષની વય પૂર્ણ કર્યા પછી એક મોટું નિવૃત્તિ ફડં બનાવવામાં મદદ કરશે.
ઇપીએફઓ સભ્યોને સ્વૈચ્છિક પીએફ (વીપીએફ ) પસદં કરીને વધુ યોગદાન આપવાની મંજૂરી આપે છે. કર્મચારીઓ તેમના ફરજિયાત ૧૨ ટકા યોગદાન કરતાં વધુ પીએફ કપાતની માંગ કરી શકે છે. મહત્તમ વીપીએફ યોગદાન મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦૦ ટકા સુધી હોઇ શકે છે, જેમાં મૂળભૂત યોગદાન સમાન વ્યાજ દર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application