રાજકોટ શહેરમાં હાલ સુધી કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી મર્યાદિત કામો થઇ શકતા હતા પરંતુ હવે ૭૧ પ્રકારના વિકાસકામો કરી શકાશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ રાયની આઠેય મહાપાલિકામાં પત્ર પાઠવીને ત્યાં આગળ કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી કયા કયા કામો થાય છે તેની વિગતો મંગાવી હતી જેમાં એવું ધ્યાને આવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર સહિતના શહેરોમાં કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકારના ૭૧ વિકાસકામો થઇ શકે છે, દરમિયાન હવે આ તમામ ૭૧ પ્રકારના કામો રાજકોટમાં પણ થઇ શકે તે માટે તેમણે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે અને આજે સાંજે પાંચ કલાકે આ માટે અધિકારીઓની ખાસ મિટિંગ બોલાવી હોવાનું જાણવા મળે છે. હાલ સુરતમાં જે પ્રકારે કમ્પાઉન્ડ વોલ વાળી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટ અને બજારોમાં આવેલા કોમ્પ્લેકસ માં કોર્પેારેટરની ગ્રાન્ટ માંથી સીસીટીવી કેમેરા મૂકી શકાય છે તે જ રીતે હવેથી રાજકોટમાં પણ આ પ્રકારે કોર્પેારેટરની ગ્રાન્ટ માંથી સીસીટીવી કેમેરા મૂકી શકાશે તે માટે પણ અધિકારીઓ સાથે પરામર્શ થઇ રહ્યો છે.
રાજકોટ મહાપાલિકાના દરેક વોર્ડના કોર્પેારેટરને પ્રતિ કોર્પેારેટર દીઠ વાર્ષિક .૨૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, એક વોર્ડમાં ચાર કોર્પેારેટર હોય તે મુજબ વર્ષ દરમિયાન એક વોર્ડમાં મહત્તમ કુલ .૮૦ લાખના કામો કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી થઇ શકે છે, પરંતુ હાલ સુધી રાજકોટમાં કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી ફકત સાઇન બોર્ડ, પેવિંગ બ્લોક, બાંકડા જેવા સામાન્ય કામો જ થઇ શકતા હતા. યારે અમુક વિકસિત વિસ્તારોમાં તો આવા કામની જરિયાત કે માંગ રહેતી ન હોય કોર્પેારેટરોને ગ્રાન્ટ કયાં વાપરવી તેવો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો અને કયારેક તો આવા કારણોસર ગ્રાન્ટ લેપ્સ પણ જતી હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ સતત એક મહિના સુધી ઉંડો અભ્યાસ કર્યા બાદ ઉપરોકત કાર્યવાહી શ કરાવતા હવે નગરસેવકોના માનપાન વધી જશે તે નક્કી છે.
કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી સીસી ટીવી કેમેરા મુકવા સહિતના આ ૭૧ કામ થશે
૧.ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન
૨.ઝુંપડપટી–ગંદા વિસ્તારોમાં રોડ, શૌચાલય બનાવવા
૩.નાની શેરીઓ–ગલીઓમાં ડામરકામ કરવા
૪. રોડ ડિવાઇડર અને સ્પીડ બ્રેકર બનાવવા
૫. મહાપાલિકાના સંકુલોમાં સુવિધાઓ આપવા
૬.મ્યુનિ.મિલ્કતોમાં ઇલેકિટ્રલ સુવિધા માટે
૭.સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા
૮.શહેરના જુના દરવાજાઓનું રિપેરિંગ, ચબુતરા નિર્માણ
૯.પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સુવિધાઓ માટે
૧૦. મ્યુનિ.સંકુલોમાં કસરત અને રમત ગમતના સાધનો મુકવા
૧૧. જાહેર સ્થળોએ ડસ્ટબીન મુકવા
૧૨.જાહેર સ્થળોએ બાંકડા મુકવા
૧૩ મ્યુનિ.આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ આપવા
૧૪.મ્યુનિ.બગીચાઓમાં સુવિધાઓ આપવા
૧૫.મ્યુનિ.લાઇબ્રેરીઓમાં સુવિધાઓ આપવા
૧૬.સ્મશાન ગૃહોમાં સુવિધાઓ આપવા
૧૭.હેલ્થ કલબો–ફિઝિયોથેરાપી સેન્ટરમાં સુવિધા આપવા
૧૮.સોસાયટીઓમાં સાઇન બોર્ડ મુકવા
૧૯.મ્યુનિ.શાળાઓમાં ફર્નિચર વિગેરે માટે
૨૦.દરેક ધર્મના અંતિમ ધામોમાં સુવિધા આપવા
૨૧. ઇડબ્લ્યુએસ કોલોની (આવાસ યોજના)માં સુવિધા આપવા
૨૨.આંગણવાડીઓમાં સુવિધાઓ આપવા
૨૩.આરોગ્ય કેન્દ્રોમાં દર્દીની સુવિધા ને લગતા કામો માટે
૨૪.ટ્રાફિક સર્કલના નવીનીકરણ– વૃક્ષારોપણ માટે
૨૫. રસ્તા વિકસાવવા ઓર્નામેન્ટલ ગ્રીલ નાખવા વિગેરે
૨૬.મ્યુનિ.શાળાઓમાં પીવાના પાણીની ટાંકી બનાવવા
૨૭.સ્મશાનો અને કબ્રસ્તાનોના મેન્ટેનન્સ માટે
૨૮.મ્યુનિ.સ્કૂલના કલાસમમાં બેન્ચ આપવા
૨૯.મ્યુનિ.સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા
૩૦.મ્યુનિ.બગીચામાં કમ્પાઉન્ડ વોલ બનાવવા
૩૧.બધં પડેલી સોલાર લાઇટસના રિપેરિંગ માટે
૩૨.પાણીની લાઈન અને ગટરની લાઈન માટે
૩૩.મનપા સિવાયની જમીનોમાં વૃક્ષારોપણ કરવા
૩૪.આરોગ્ય વિષયક સુવિધાઓ આપવા, મશીનરી ખરીદવા
૩૫. આંગણવાદીઓમાં રમત ગમતના સાધનો, શૈક્ષણિક સાધનો ખરીદવા
૩૬. સરકારી શાળાઓમાં ખૂટતી જરી સુવિધાઓ પુરી પાડવા માટે
૩૭.સરકારી છાત્રાલયોમાં ખૂટતી સુવિધાઓ પુરી પાડવા
૩૮.સંચાલન સોંપેલાં બગીચાઓમાં સુવિધાઓ આપવા
૩૯.પબ્લિક પ્લેસમાં જરી સુવિધાઓ પુરી પાડવા
૪૦.સામાજિક સંસ્થાઓના સંકુલમાં વોટર કુલર, ઇલેકિટ્રકલ સુવિધાઓ માટે
૪૧.ડસ્ટબીન વિતરણ, મોબાઇલ ટોઇલેટ યુનિટ માટે
૪૨.માસ્ક, સેનેટાઈઝર જેવા તકેદારીના મેડિકલ સાધનો માટે
૪૩.સંસ્થાઓને દાનમાં બાંકડા આપવા માટે
૪૪.સોલાર લાઇટસ માટે
૪૫. વિધાર્થીઓ અને જનતાને ધાર્મિક, શૈક્ષણિક કે પર્યટન સ્થળનો પ્રવાસ કરાવવા માટે
૪૬.પાણી વિતરણ માટે નવા નળ નાખવા
૪૭.જાહેર શૌચાલય બનાવવા
૪૮.નવા હેન્ડ પમ્પ (ડંકી) માટે
૪૯.નવી ડ્રેનેજ લાઈન નાખવા
૫૦. વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવા
૫૧.કાચા રસ્તા પાકા બનાવવા
૫૨. જાહેર સ્થળોએ પથ્થર નાખી લેવલિંગ કરવા
૫૩.કાચા રસ્તા ઉપર હાર્ડ મોરમ પાથરવા
૫૪. નવી સ્ટ્રીટ લાઇટસ નાખવા
૫૫. કચરાપેટી મુકેલી હોય તેની નીચેની જમીન તથા ધાર્મિક સ્થળોમાં પેવિંગ બ્લોક નાખવા
૫૬. સાંકડી ગલીઓમાં પેવિંગ બ્લોક નાખવા
૫૭.કચરો ઉપાડવા માટેના વહીલ બરો ખરીદવા
૫૮. ૨૫ ચો.મી.ના મકાનોની આવાસ યોજનાઓમાં પેવિંગ બ્લોક નાખવા
૫૯. આંગણવાડીઓમાં બાંધકામ કરવા
૬૦. રોડ ડીવાઇડરમાં વૃક્ષારોપણ માટે ટ્રી ગાર્ડ તેમજ કુંડા મુકવા માટે
૬૧.પાવર કોટેડ એમ.એસ.ના બાંકડા મુકાવવા
૬૨.મેડિકલ સાધનો ખરીદવા
૬૩.ચેઇન લિંક જાળી નાખવાકમ્પાઉન્ડ વોલ બનાવવા
૬૪. લિકેજ પાઇપ લાઇનો બદલાવી નવી નાખવા
૬૫.સ્મશાન ગૃહોમાં રોડ, ડ્રેનેજ, પાણી, શૌચાલય, એન્ટ્રી ગેઇટ, કમ્પાઉન્ડ વોલ બનાવવા
૬૬.શાળાઓમાં વિધાર્થીઓ માટે કોમ્પ્યુટર આપવા
૬૭. રસ્તા સુધારણા માટે
૬૮. ગાર્ડનિંગ માટે
૬૯. સ્વચ્છતાલક્ષી વિવિધ કામો માટે.
૭૦. સ્ટ્રીટ લાઇટસ માટે નવા વીજ થાંભલા નાખવા માટે
૭૧. સીસીટીવી કેમેરા ફિટ કરવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech