પ્રેમ મંદિર પાસેથી કુખ્યાત તસ્કરનો સાગરીત પકડાયો: બે ચોરી કબુલી

  • October 25, 2023 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસેથી એલસીબી ઝોન ટુ ની ટીમે કુખ્યાત તસ્કરના સાગરીતને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રોકડ પિયા ૨૪૦૦ મોબાઈલ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ શખસની પૂછતાછ કરતા ચોરીના બે બનાવવાનો ભેદ ઉકેલાયો છે. યારે કુખ્યાત તસ્કર પ્રદીપને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન ટુ ના પીએસઆઇ આર.એચ. ઝાલા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાહત્પલભાઈ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા અને ધર્મરાજસિંહ ઝાલાને મળેલી સચોટ બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પર કાલાવડ રોડ પ્રેમ મંદિર સામે બગીચા પાસેથી શંકાસ્પદ હાલતમાં શ્યામકુમાર બ્રીજલાલ કદેશીયા (ઉ.વ ૨૩ રહે. ગુલાબ નગર, મૂળ યુપી)ને ઝડપી લીધો હતો.


પૂછતાછ કરતા તેણે અને તેના મિત્ર પ્રદીપે મળી બે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેમાં નવરાત્રીના પહેલા નોરતાની આસપાસ બંને આકાશવાણી ચોક પાસે કવાર્ટરમાંથી ચોરી કરી હતી યારે આ બનાવના બીજા જ દિવસે બંને અહીં આકાશવાણી ચોક પાસે જ એપાર્ટમેન્ટમાં ઘરફોડ ચોરી કર્યાની કબુલાત આપી હતી જે બંને બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ શખસ પાસેથી રોકડ પિયા ૨૪૦૦ મોબાઈલ અને એક કાંડા ઘડિયાળ કબજે કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા શખસનો મિત્ર પ્રદીપ કાળુભાઈ પઢીયાર (રહે. ગુલાબનગર કોઠારીયા રોડ) કુખ્યાત તસ્કર હોય તેની સામે અગાઉ રાજકોટ ઉપરાંત જસદણ અને ગોંડલમાં મળી ચોરી સહિતના ૧૯ ગુના નોંધાઈ ચૂકયા છે. હાલમાં પકડાયેલા આરોપીને સાથે રાખી બાઈકમાં અલગ અલગ વિસ્તારમાં રેકી કરી તક મળતા જ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતા હતા. આરોપી શ્યામ બાઇક ચાલુ રાખી ઘર બહાર ધ્યાન રાખતો હતો અને બાદમાં બંને આ જ બાઈક પર નાસી જતા હતા. પોલીસે કુખ્યાત તસ્કર પ્રદિપ ઉર્ફે પદીયાને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ  કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application