મોરબી રોડ પર મહિલાના ગળામાં ઝોંટ મારી પિયા ૯૦,૦૦૦ ની સોનાની માળાની ચીલઝડપ કરવામાં આવી હતી. જેમાં એલસીબી ઝોન–૧ ની ટીમે તપાસ હાથ ધરી કુખ્યાત તસ્કર બેલડીને ઝડપી લીધી હતી. પોલીસે પૂછતાછ કરતા તેમણે આ ચેન સોની બજારના વેપારીને વેચી દીધો હોવાનું માલુમ પડતા પોલીસે વેપારીની પણ ધરપકડ કરી હતી.વેપારીએ ચેનનો ઢાળીઓ બનાવી નાખ્યો હોય તે કબજે કર્યેા હતો.
મોરબી રોડ પર જકાતના પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર ૩ માં રહેતા અરજણભાઈ મોહનભાઈ પાનસુરીયા(ઉ.વ ૫૯) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના પત્ની ઇલાબેન અને પૌત્ર પાર્થને સાથે તા.૧૪ ઓકટોબરના એકટીવામાં દિવેલીયા વિસ્તારમાં રહેતા સંબંધી જયંતીભાઈ વસોયાને ત્યાં જમણવાર હોય જેથી ત્યાં ગયા હતા.પરત આવતા હતા ત્યારે મોરબી રોડ પર મયુર ભજીયાવાળી શેરી પાસે એકિટવા પર જઈ રહેલ દંપતીની બાજુમાં બાઈક ચલાવી બાઈકમાં પાછળ બેઠેલા ફરિયાદીના પત્નીના મહિલાના ગળામાંથી ૯૦ હજારની કિંમતની ત્રણ તોલાની સોનાની માળા આંચકી લીધી હતી.
ચીલઝડપના આ બનાવને લઇ એલસીબી ઝોન–૧ ના પી.એસ.આઇ બી.વી. બોરીસાગર તથા તેમની ટીમ આ રોડ પર ૧૦૦ વધુ દુકાનોના તેમજ સરકારી કેમેરાના સીસીટીવી ફટેજ ચેક કર્યા હતા દરમિયાન કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આરોપી વિશાલ કિશન સોલંકી (ઉ.વ ૩૦) અને લખન બચુ માલાણી (ઉ.વ ૨૮ રહે. બંને ચુનારાવાડ) ને ઝડપી લીધા હતા.
આ બંને શખસોની પૂછતાછ કરતા સોની બજારમાં બોઘાણી શેરી ખાતે આવેલા કે.જે. વેલર્સ નામની દુકાનમાં ચોરાઉ ચેન વેચી નાખ્યાની કબૂલતા પોલીસે ચેન ખરીદનાર વેપારી સંજય કનૈયાલાલ લોઢીયા(ઉ.વ ૪૭ રહે. આનંદનગર ફાટકની પાસે) ની પણ ધરપકડ કરી તેણે સોનાના ચેનનો ઢાળીઓ બનાવી નાખ્યો હોય જે કબજે કર્યેા હતો. પોલીસે આ ઢાળીઓ અને બાઈક મોબાઈલ સહિત ૧.૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આરોપી વિશાલ વિદ્ધ અગાઉ દા મારામારી ચોરી સહિતના છ જેટલા ગુના નોંધાયેલા છે. યારે આરોપી લખન વિદ્ધ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગોંડલ, મોરબી વગેરે પોલીસ મથકોમાં મારામારી, લૂંટ, ચોરી સહિતના ૧૭ ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech