હળવદની સરકારી હોસ્પિટલના સતાધિશોની ઘોર બેદરકારી જોવા મળી હતી જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો હતો. એટલું જ નહીં પીવાના પાણીના વોટર કુલરના સ્ટેડમાં પણ ખાલી દવાની બોટલ દેખાતા દર્દીઓમાં રોષની લાગણી જોવા મળી હતી આ બાબતે તંત્રઙ્ગે પુછતા તેમણે જણાવ્યું હતું કે આ મેડીકલ વેસ્ટ દર્દીઓ દ્વારા નાખવામાં આવતા હોવાનું રટણ કરાયું જેનો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે ૯ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં સાત નસે અને બે પટાવાળા સહિત નવ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને એક વ્યક્તિને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અશ્ર્વિન આદ્વોજા જણાવ્યું હતું..
રોગચાળાના વાયરા વચ્ચે સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગેટ સામે અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલાં જોવા મળીયા જે દર્દીઓના આરોગ્ય પર જોખમ ઊભી કરી રહ્યા છે. હળવદ સરકારી હોસ્પિટલ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે
મોરબી પ્રાંત અધિકારીએ હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રીડેન્ટ પાસે કાર્યવાહી કર્યાનો જવાબ માગતા હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડો.અશ્ર્વિન આદ્રોરાજા સાત નર્સ તેમજ બે જવાબદાર પટાવાળાઓને નોટિસ પાઠવી હતી જ્યારે એક જવાબદાર વ્યક્તિ સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ હાથ ધર્યો હોવાનું ડો.અશ્ર્વિન આદ્રોજા જણાવ્યું હતું.
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે હળવદ સરકારી હોસ્પિટલને ચોખ્ખું ચણાક બનાવી દીધું અને કચરા પોતાથી બેડશીટ માંડી તમામ વસ્તુઓ હોસ્પિટલમાં સાફ સુફ કરી દેવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech