વાહ રે વાહ, જામનગર મહાનગરપાલિકા વાહ...!: નિષ્ફળ વહિવટનો નમુનો: ચાલું વર્ષે વરસાદ આવવાથી રણજીતસાગર ડેમ છલોછલ ભરાયો છે, પરંતુ લાંબા સમયથી ટાઉનહોલનો ફુવારો અસામાજીક તત્વોના હવાલે: તંત્રનું સહદેવ જેવું મૌન: ડીકેવી કોલેજ સર્કલનો ફુવારો ચાલું કરવામાં શું તકલીફ ?: ઓવરબ્રિજના કામના કારણે સાતરસ્તાનો ફુવારો પણ હાલ બંધ
જામનગરમાં એક તરફ અનેક વિકાસ કામો કાર્યરત છે, કેટલીક વખત નાની-નાની વસ્તુઓને પણ ઘ્યાનમાં રાખવામાં આવતી નથી, શહેરની મઘ્યમાં ટાઉનહોલ આવેલો છે તેની સામે જે ફુવારો છે તે તો જાણે અસામાજીક તત્વોના હવાલે કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે, ડીકેવી કોલેજ પાસેનો ફુવારો પણ બંધ છે, એટલું જ નહીં સાતરસ્તા સર્કલનો ફુવારો ઓવરબ્રિજના કામને લીધે બંધ કરી દેવામાં આવ્યો છે, આમ સાડા સાત લાખની વસ્તી માટે માત્ર 3 જ ફુવારા છે, પરંતુ કોર્પોરેશનના અણઘડ વહિવટને કારણે આ તમામ ફુવારાઓ બંધ હાલતમાં હોવાથી લોકોમાં પણ રોષ જાગ્યો છે.
સૌ પ્રથમ ટાઉનહોલના ફુવારાની વાત લઇએ તો ટાઉનહોલના કાર્યક્રમોમાં તો વીઆઇપી અને વીવીઆઇપીઓ આવતા હોય છે, થોડો સમય ટાઉનહોલ બંધ હતો, પરંતુ તા.23થી અદ્યતન ટાઉનહોલ શ થનારો છે ત્યારે કેટલાક અસામાજીક તત્વોની ટોળકી દ્વારા આ ટાઉનહોલના ફુવારામાંથી મોટાભાગના પાર્ટસ કાઢી નાખવામાં આવ્યા છે અને કોણ ફુવારાને નુકશાન કરે છે તેના સીસી ટીવી ફુટેજ સીટી પોઇન્ટ અને આજુબાજુની દુકાનોના કેમેરામાં જોવા મળશે, આ જ ટોળકી દ્વારા અવારનવાર યલ્લો ગ્રીલને પણ કાપીને લઇ જવામાં આવે છે, મોટાભાગે સવારે 3 થી 5 દરમ્યાન આ પ્રકારની કાપકુપ થાય છે, કોઇ બોલતું નથી, એસ્ટેટ શાખાને ફરિયાદ કરો તો એક-બે દિવસ આ ટોળકીને હટાવે છે, વળી પાછી આ ટોળકી કાર્યરત થઇ જાય છે.
ત્રણ-ચાર દિવસ પહેલા આ ટોળકીના કેટલાક લોકોએ હમણા જ નાખેલી ભીડભંજન મંદિર સામેની ગ્રીલને પણ તોડી નાખી હતી, આવું પરાક્રમ આખો દિવસ કરે છે, વેપારીઓને દબાવે છે, કોઇકના મોબાઇલ ધમકાવીને ચોરી જાય છે છતાં પોલીસ અને મહાનગરપાલિકા આ ટોળકી સામે કોઇ કડક કાર્યવાહી કરતું નથી.
બીજો ફુવારો ડીકેવી સર્કલ પાસે છે, કોણ જાણે કેમ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને ફુવારા પ્રત્યે નફરત છે ? શા માટે આ ફુવારા ચાલું કરવામાં આવતા નથી ? કેટલાય દિવસથી આ ફુવારા બંધ છે, પરંતુ કોઇ કાંઇ બોલતું નથી, જામનગરની સહનશીલ પ્રજા આ બધુ મુકપ્રેક્ષક બનીને જોઇ રહી છે, રાજકીય પક્ષના કાર્યકરો પણ ફુવારા અંગે કંઇ બોલતા નથી, જાણે કે જામનગરની સુંદરતા પ્રત્યે તેમને કોઇ રસ ન હોય એવું લાગે છે.
જામનગરની વસ્તી સાડા સાત લાખને આંબી ગઇ છે, લોકો કરોડોનો ટેકસ ભરે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે સગવડતા આપવામાં આવવી જોઇએ તે અપાતી નથી, કોર્પોરેશનની પ્રાથમિક ફરજ એ છે કે, ગટર, રસ્તા, પાણી, બાગ-બગીચાની સગવડ આપવી જોઇએ અને જયાં-જયાં ફુવારા છે તે ચાલું રહેવા જોઇએ, હાલમાં પાણીની કોઇ તકલીફ નથી, રણજીતસાગર ડેમ ફુલ ભરેલો છે, પરંતુ ફુવારાની સુંદરતા કોઇને આંખે વળગતી નથી, એવી જ રીતે એક ફુવારો સારી રીતે ચાલું હતો તે સાતરસ્તા સર્કલનો ફુવારો છે.
સાતરસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની સ્ટેચ્યુ પણ છે, ફુવારા પ્રત્યે ગાર્ડન પણ છે, પરંતુ આ ફુવારો થોડા મહીનાઓ સચવાયો અને ત્યાં વળીપાછુ વિઘ્ન આવ્યું. ફલાય ઓવરબ્રિજની કામગીરીને કારણે હાલમાં આ ફુવારો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જામનગરના રાજકીય લોકો કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરની સુંદરતામાં શા માટે રસ લેતા નથી ? એ પણ પ્રશ્ર્ન છે અને બીજી તરફ ફુવારામાં નાનો ખર્ચો હોય છે પરંતુ શા માટે રીપેર કરાવવામાં આવતા નથી ? ફુવારાને નુકશાનકતર્િ અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવાતું નથી ? આ પ્રશ્ર્ન બધાને સતાવે છે ત્યારે સાડા સાત લાખની વસ્તીમાં માત્ર ત્રણ ફુવારા છે અને આ ત્રણેય બંધ છે, ત્યારે હવે ઝડપથી આ ફુવારાઓ શ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ખેર, આ તો જામનગર મહાપાલિકાનું શાસન છે, મન થાય તો કામ થાય છે નહીંતર કોઇ સમસ્યા સામે જોતું પણ નથી તે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech