ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થઇ નથી: રાહુલ

  • September 10, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના પ્રવાસે ગયેલા વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી વિદેશની ધરતી પરથી ભજપ અને ચૂંટણીપચં પર આક્ષેપોની ઝાડી વરસાવી રહ્યા છે અને ભાજપ કહી રહ્યો છે કે તેઓ ભારતની છબી બગડી રહ્યા છે. ચૂંટણી પચં પર અમેરિકામાં રાહત્પલ ગાંધીનો મોટો આરોપ મુકતા રાહત્પલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થઇ નથી: લોકસભા ચૂંટણી વખતે ઈલેકશન કમિશને ભાજપના ઈશારે જ કામ કયુ હતું તેમ કહેતા રાહત્પલે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ હોત તો ભાજપને ૨૪૦ બેઠકો પણ મળી ન હોત. રાહત્પલના આ આક્ષેપો સામે ભાજપના શિવરાજસિંહ ચૌહાણે એ જ જૂની વાત દોહરાવી છે ઇકે રાહત્પલ વિદેશમાં દેશની છાપ ખરાબ કરી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે વર્જિનિયાના હર્નડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહત્પલ ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદીની ડરાવવાની વ્યૂહનીતિ ચૂંટણી પછી તરત જ ગાયબ થઈ ગઈ છે. આ વ્યૂહનીતિ માત્ર ચૂંટણી પુરતી જ સીમિત હતી, તે પણ ચૂંટણી પૂરી થતા જ ગાયબ થઈ ગઈ. ઘણાં લોકોએ મને કહ્યું કે હવે ભય નથી લાગતો, હવે ભય ગાયબ થઈ ગયો છે.'

કોંગ્રેસના સાંસદ રાહત્પલ ગાંધીએ વર્જિનિયાના હર્નડનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'ભાજપ એ નથી સમજતું કે આ દેશ દરેકનો છે અને ભારત એક સઘં છે. બંધારણમાં તે સ્પષ્ટ્ર લખવામાં આવ્યું છે કે, ભારત સઘં છે, જેમાં વિવિધ ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે, તેઓ (ભાજપ) કહે છે કે આ સઘં નથી, કંઈક બીજું છે.'




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application