કોંગ્રેસનાં નેતાઓનો કાર્યક્રમ યોજાયો
સમગ્ર ભારતમાં ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા "નોકરી દો નશા નહીં" અંતર્ગત એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નોકરી મળે અને હાલ જે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત માં ડ્રગ્સ અને નશા નો જે કારોબાર ચાલી રહ્યો છે, તેના થી જ યુવા ધન,યુવા પેઢી બરબાદ થઈ રહી છે. તેને આ બરબાદી માંથી રોકી અને દેશ ની આ સરકાર રોજગારી આપે તે અંગે એક મુહીમ સમગ્ર દેશભરમાં ચાલી રહી છે.
ગત ૧૬ ઓકટોબરે પણ ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસે "નોકરી દો નશા નહીં" કાર્યક્રમ અંતર્ગત દિલ્હી ખાતે પણ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, અને હવે આ કાર્યક્રમ સમગ્ર ભારત ની સાથે ગુજરાત ના તમામ જિલ્લા ઓમાં પણ આ કાર્યક્રમને આગળ ધપાવાની યોજનાઓ બની રહી છે.
જે અંતર્ગત ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના મંત્રી સશી સિંગજી, ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા અને પવનભાઈ મજેઠીયા, રુકમુદીન માથકિયા ખાસ આ બાબતને લઈને જામનગર યુવક કોંગ્રેસ ની ટીમ સાથે એક અગત્યની મીટીંગ નું આયોજન કર્યું હતું, અને આવતા દિવસોમાં આ કાર્યક્રમ અંતર્ગત શું શું કાર્યક્રમ કરવા તે અંગે ની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસ ના મંત્રી શક્તિસિંહ જેઠવા જામનગર જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંદીપભાઈ બાલાસરા, ગુજરાત ના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, જામનગર ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ જામનગર ઉત્તર વિધાનસભાના હરેન્દ્રસિંહ જાડેજા જામનગર દક્ષિણ વિધાનસભાના પ્રમુખ દર્શનભાઈ રાઠોડ તેમજ યુવક કોંગ્રેસ અને હોદ્દેદારો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેઓની સાથે જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech