જામનગરમાં બે મકાનને નિશાન બનાવતા નિશાચરો : દાગીના, રોકડ લઇ ગયા

  • December 14, 2024 01:47 PM 

કુલ ૧.૯૧ લાખના મુદામાલની ચોરી : ઠંડીની મોસમમાં તસ્કરોની રંઝાડ યથાવત : સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ


જામનગર શહેરમાં ઠંડીની સીઝનમાં તસ્કરો રહેણાંક મકાનોને નિશાન બનાવી રહયા છે, તાજેતરમાં બે મકાનમાં ચોરી થઇ હતી દરમ્યાનમાં સરદારનગર વિસ્તારમાં એક વેપારી અને તેના પાડોશીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના, મોબાઇલ સહિત કુલ ૧.૯૧ લાખનો મુદામાલ ઉઠાંતરી કરી ગયા છે આ અંગે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.


જામનગરના હરીયા કોલેજ રોડ પર આવેલ સરદારનગર શેરી નં. ૧૧માં રહેતા વેપારી અશોકભાઇ ધરમશીભાઇ ડાભીના બંધ મકાનમાંથી સવા બે તોલાનું મંગલસુત્ર, ૧ જોડી સોનાની ઝૂમર બુટી બે શર, સોનાનો ઓમકાર પેન્ડલ, વીંટી, નાકના દાણા, રોકડા ૧ લાખ મળી કુલ ૧.૪૨.૪૫૦ના મુદામાલની ચોરી કોઇ શખ્સો કરી ગયા છે.


આ ઉપરાંત ફરીયાદીની બાજુમાં રહેતા મુકેશભાઇ એભાભાઇ નરેણીના બંધ મકાનમાંથી નાની મોટી બે જોડી બુટી, ૩ કાનના દાણા, નાકના ૩ દાણા, ઓમકાર, પેડલ સેટ, ‚દ્રાક્ષ, મોબાઇલ મળી કુલ ૪૯૦૭૫નો મુદામાલ લઇ ગયા છે. આમ બંને મકાનમાંથી કુલ ૧.૯૧.૫૨૫નો મુદામાલ ચોરી થયો છે. અજાણ્યા શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરીને મકાનને નિશાન બનાવ્યા છે. આ બનાવ અંગે અશોકભાઇ ડાભી દ્વારા સીટી-સી ડીવીઝનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે જેના આધારે સીટી-સી પોલીસે તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application