GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે સમાચાર, GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર

  • November 01, 2023 10:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે.



ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો  છે.


આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવ્યું હોવાથી હવે આ પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application