BZ ગ્રુપ કૌભાંડમાં નવો વળાંક: સાબરકાંઠામાં નોંધાઈ પ્રથમ ફરિયાદ

  • December 01, 2024 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BZ ગ્રુપના કૌભાંડમાં દિનપ્રતિદિન નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ કૌભાંડમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ કૌભાંડ સામે પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજના સુરેશભાઈ નામના રોકાણકારે ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલાએ પ્રાંતિજમાં ઓફિસ ખોલીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડમાં સ્થાનિકો ઉપરાંત NRIઓનું પણ રોકાણ છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડમાં ખેડૂતો, શિક્ષકો, પોલીસકર્મીઓ અને ડોક્ટરો સહિત અનેક વર્ગના લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.


ફરિયાદમાં શું છે?
સુરેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભૂપેન્દ્ર ઝાલા અને તેના સાથીદારોએ લોકોને ખોટા વચનો આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને પછી તે રૂપિયા ગાયબ કરી દીધા હતા.


કેટલા લોકો છેતરાયા?
હાલમાં તો સુરેશભાઈ એકલાએ જ ફરિયાદ નોંધાવી છે પરંતુ આ કૌભાંડમાં અનેક લોકો છેતરાયા હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં વધુ લોકો પણ ફરિયાદ નોંધાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application