રાજ્ય સરકારે ચાલુ વર્ષે બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સંકળાયેલા વ્યક્તિગત/ ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઈઝેશન (એફ.પી.ઓ.) / સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા વધારવા નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે બાગાયતી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ-ક્ષમતા વધારવાને પણ નવી બાબત તરીકે મંજૂર કરી છે. આ યોજનાઓના લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી અરજી થઈ શકશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૧૨મી ઓગસ્ટથી ૧૧મી ઓક્ટોબર સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સંકળવા માટેની યોજનામાં સહાયનું ધોરણ એકમ ખર્ચમાં મહત્તમ રૂપિયા ૧૦૦ લાખ સુધીનું છે. વ્યક્તિગત / ખાનગી સંસ્થાને ૫૦ ટકા મુજબ રૂપિયા ૫૦ લાખ /પ્રતિ એકમ અથવા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. એફ.પી.ઓ. / સહકારી સંસ્થાને પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈને ૭૫ ટકા મુજબ, રૂપિયા ૭૫ લાખ /એકમ બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે.
બાગાયતી પાક ઉત્પાદનો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવાના કાર્યક્રમમાં સહાયનું ધોરણ એકમ ખર્ચ પાંચ હજાર મેટ્રીક ટન સુધી રૂ. આઠ હજાર પ્રતિ મે.ટન રહેશે. ૫૦૦૧થી ૬૫૦૦ સુધી મે.ટન સુધી રૂ. ૭૬૦૦ પ્રતિ મે.ટન., ૬૫૦૧થી ૮૦૦૦ મે.ટન સુધી રૂ.૭૨૦૦ પ્રતિ મે.ટન, ૮૦૦૧થી ૧૦ હજાર મે.ટન સુધી રૂ.૬૮૦૦ પ્રતિ મે.ટન મુજબ એકમ ખર્ચના ૫૦ ટકા પ્રોજેક્ટ બેઇઝ ક્રેડિટ લિન્ક, બેક એન્ડેડ સબસિડી આજીવન એક જ વાર મળવાપાત્ર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech