આખરે આવકવેરાની 43 બી એચ ની નવી જોગવાઈ એક વર્ષ માટે સરકારે મુલતવી રાખવાનો નિર્ણય લેતા નાના ઉદ્યોગકારો અને વેપારીઓને મોટી રાહત મળી છે. પેલી એપ્રિલથી ઇન્કમટેક્સની જોગવાઈમાં કલમ બી એચ નો અમલ થાય તે પૂર્વે જ સૌરાષ્ટ્ર સહિત દેશભરના નાના ઉદ્યોગકારોમાં થી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ જોગવાઈના લીધે ખાસ કરીને એમ એસ એમ ઇ ઇન્ડસ્ટ્રીઝ ને મોટો ફટકો પડ્યો હતો જેના લીધે આ નિર્ણય મુલતવી રાખવા માટે વિવિધ વેપારી સંગઠનો અને એસોસિયેશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી હતી.
આ ઝુંબેશ ના પગલે અને વેપાર ઉદ્યોગ નો પ્રચંડ અવાજ ઉઠતાં સરકાર અને આવકવેરા વિભાગ દ્વારા આ નવી જોગવાઈ ને એક વર્ષ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે જોકે ઔદ્યોગિક એસોસિએશન અને દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ એવી માંગણી ઉઠાવવામાં આવી હતી કે જો આ નિર્ણય એક વર્ષના મુલતવી રહે તો તેને સમજવા માટેનો ઉદ્યોગકારોને પૂરતો સમય મળી શકે અને આ માંગણી નો હાલમાં સ્વીકાર કરીને એક વર્ષ સુધી નવી જોગવાઈ અમલમાં નહીં આવે આ નિર્ણયથી ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે.ઇન્કમ ટેક્સ નાં કાયદા 43બી(એચ) સામે વેપારી આલમમાંથી વિરોધનો વંટોળ ફૂંકાયો હતો આ મુદ્દે વેપારી મંડળના પ્રતિનિધિઓ દિલ્હી જઈ નાણામંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્ર અને રાજકોટના 60 વધુ એસો. દ્વારા લડત ના મંડાણ સાથે મંત્રી નિર્મલા સીતારામન ને દિલ્હી મળવા પ્રતિનિધિ મંડળ ગયું હતું.જ્યાં કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા માઇક્રો, સ્મોલ નાં વેપાર ઉદ્યોગ માટે કરવા માં આવેલ ફેરફાર જેવા કે ઈન્કમ ટેકસની જોગવાઈ માં કલમ 43() જે તારીખ 1.4.24 અમલ માં આવી રહી છે. જેનાથી માઇક્રો અને સ્મોલ વેપાર ઉદ્યોગોને ખુબ જ નુકશાન કારક છે તેવી રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech