લોકો નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે. ભારત સહિત અન્ય દેશોમાં આજે રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યભરના અનેક શહેરોમાં લોકોએ રંગેચંગે ઉજવણી કરી હતી. અમદાવાદના અનેક ક્લબ પાર્ટી પ્લોટ ખાતે નવા વર્ષની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આજે અમદાવાદમાં યોજાયેલી લીલ હેવન ડાન્સ કલબના આયોજક નિકુંજ દવેએ કાર્યક્રમની માહિતી આપતાં જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે, અને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે પાર્ટીમાં સુરક્ષા કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને સમગ્ર સ્થળ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, મહિલાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ ચિંતા વગર પાર્ટીનો આનંદ માણી શકે. નિકુંજ દવેએ જણાવ્યું હતું કે તેઓની ટીમ દ્વારા દરેક પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ડીજેના ટ્રેક પર લોકો ઝુમ્યા
અમદાવાદના લીલ હેવન ક્લબના DJ મિતેષે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે આપણે સૌ સાથે મળીને ખૂબ જ ધમાલ મચાવીશું. મારા મ્યુઝિકમાં યુવાઓને ડાન્સ કરવાની અને ખુશીઓ મનાવવાની મજા આવી હતી. યુવાઓ મારા ટ્રેક પર મન મુકીને નાચ્યા હતા. આજે તમામ દેશવાસીઓએ નવા વર્ષની ઉજવણી કરીને આજની રાતને યાદગાર બનાવી હતી.
અમદાવાદના લીલ હેવન નાઈટ એન્ડ ડાન્સ ક્લબમાં કલર સ્પાર્કલ સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
પોલીસની આખા શહેરમાં ચાપતી નજર
અમદાવાદ શહેરમાં આજે 31st ની ઉજવણીને લઈને પોલીસે આખા શહેરમાં ચાપતી નજર રાખી હતી. શહેરમાં ક્યાંય કોઈ અઘટિત ઘટના ન બને, કોઈ પાર્ટીમાં અશ્લીલતા કે મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય તે માટે પણ પોલીસે ખાસ કાળજી લીધી હતી. આજે પાર્ટીને આયોજકોએ પણ મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech