ન્યારી–૧ સહિત ૨૭ ડેમમાં નવા નીર; ન્યારી–૨ ઓવરફ્લો

  • September 20, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સમગ્ર સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨માંથી ૨૭ ડેમમાં ૦.૧૦ ફુટથી ૫.૨૫ ફટ સુધી નવા નીરની આવક થઇ છે. યારે અન્ય ૧૧ ડેમ ચાલુ ચોમાસે બીજી કે ત્રીજી વખત ઓવરલો થયા છે.

રાજકોટ મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પુ પાડતા અને રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા કુલ ૨૫ ફટની ઉંડાઈના ન્યારી–૧ ડેમમાં અડધો ફટ પાણીની આવક નોંધાઇ છે, કુલ ૨૫ ફટની ઉંડાઈના ન્યારી–૧ની સપાટી આજે સવારે ૨૩.૧૦ ફટે પહોંચી છે. જો હજુ વધું બે ફટ પાણીની આવક થાય તો ચાલુ ચોમાસે ડેમ ત્રીજી વખત ઓવરલો થશે.
દરમિયાન રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર હનુમાન ધારા નજીક આવેલો ન્યારી–૨ ડેમ ચાલુ ચોમાસે ત્રીજી વખત ઓવરલો થયો છે અને તેનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. કુલ ૨૦.૭૦ ફટની ઉંડાઇના ન્યારી–૨ ડેમમાં ૦.૩૩ ફટ પાણીની આવક થતા ડેમ ઓવરલો થયો હતો. ન્યારા સહિતના હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણી જારી કરાઇ છે.

રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં મોજ ડેમમાં ૦.૧૦ ફટ, આજી–૨માં ૦.૬૬ ફટ, આજી–૩માં ૦.૧૬ ફટ, ગોંડલીમાં ૦.૧૬ ફટ, ન્યારી–૧માં અડધો ફટ, ન્યારી–૨માં ૦.૩૩ ફટ, ખોડાપીપરમાં ૧.૩૧ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. યારે મોરબી જિલ્લાના તમામ ૧૦ ડેમમાં નવા નીરની આવક થઈ છે જેમાં મચ્છુ–૧માં ૦.૦૭ ફટ, મચ્છુ–૨માં ૦.૮૯ ફટ, ડેમી–૧માં ૦.૩૦ ફટ, ડેમી–૨માં દોઢ ફટ, ઘોડાધ્રોઇમાં સૌથી વધુ ૫.૨૫ ફટ, બંગાવડીમાં ૧.૬૪ ફટ, બ્રાહ્મણીમાં ૦.૯૦ ફટ, બ્રાહ્મણી–૨માં ૨.૩૦ ફટ, મચ્છુ–૩માં ૧.૦૫ ફટ, ડેમી–૩માં ૦.૮૨ ફટ, જામનગર જિલ્લામાં ફુલઝર–૧માં ૧.૦૨ ફટ, વિજરખીમાં અડધો ફટ, આજી–૪માં અડધો ફટ, ઉન્ડ–૧માં ૧.૭૧ ફટ, કંકાવટીમાં ૧.૦૨ ફટ, ઉન્ડ–૨માં ૨.૬૯ ફટ, પારેલમાં ૦.૩૩ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા)માં ૦.૩૦ ફટ, ફલકુમાં અડધો ફટ, લીંબડી ભોગાવો–૨ (વડોદ)માં ૦.૩૩ ફટ નવા નીરની આવક થઈ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application