રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણી સરવડા વરસતા ભાદર-1 સહિત છ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે, જ્યારે અન્ય પાંચ ડેમ ઉપર હળવોથી ભારે વરસાદ નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાનમાં ભાદર-1માં 0.10 ફૂટ નવા નીરની આવક થતા સપાટી 21.60 ફૂટે પહોંચી છે. કુલ 34 ફૂટની ઉંડાઇનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થવામાં હજુ 12.40 ફૂટનું છેટું છે. જ્યારે આજી-3 ડેમમાં 0.16 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-2માં 0.13 ફૂટ, ધોડાધ્રોઇમાં 0.16 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-2 (ધોળી ધજા)માં 0.30 ફૂટ, અમરેલી જિલ્લામાં સાંકરોલી ડેમમાં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત અન્ય પાંચ ડેમ સાઈટ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં વાછપરી ડેમ ઉપર પાંચ મીમી, છાપરવાડી-2 ડેમ ઉપર 15 મીમી, ભાદર-2 ઉપર પાંચ મીમી, મચ્છુ-2 ઉપર પાંચ મીમી, ડેમી-2 ઉપર 17 મીમી વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પડતા મુખ્ય જળસ્ત્રોત આજી-1 અને ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક નથી તેમજ ડેમ સાઈટ ઉપર પણ વરસાદ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech