રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા જંત્રીના સુચિત જંગી ભાવ વધારાનું અમલીકરણ હાલ મુલત્વી રાખી તેમાં રહેલી વિસંગતતાઓને દુર કરી વાધાં સુચનો સાંભળ્યા બાદ જ અમલી કરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જો જંત્રીમાં સુચવેલા અસહ્ય વધુ દર અમલી કરાશે તો રાજકોટના વ્યાપાર ઉધોગ જગતનો દાટ વળી જશે તેવી ભીતિ વ્યકત કરાઇ છે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજયનો વિકાસ દિન–પ્રતિદિન ખુબ જ ઝડપથી થઇ રહયો છે અને દેશના અર્થતંને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયું છે. હાલમાં રાજય સરકાર દ્રારા જંત્રીના સુચિત દરોમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. આવા જંગી વધારાના કારણે રાજયનો વિકાસ ંધાશે અને મોંઘવારી વધશે તેવું સ્પષ્ટ્ર છે.
રાજયમાં જંત્રીના જંગી ભાવ વધારાને કારણે સમગ્ર રાજયના વેપાર–ઉધોગકારો તથા આમ જનતાને ખુબ જ હાલાકી પડી તેમ છે તેમજ જે લોકો સ્ટાર્ટ અપ કરી રહયા હોય તેઓને પણ ઔધોગિક એકમો સ્થાપવામાં ખુબ જ મુશ્કેલી પડી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જે નેમ છે કે દરેક ને પોતાનું ઘરનું ઘર મળી રહી તેમાં પણ આ જંત્રીના વધારાના દર અડચણપ સાબિત થશે.તેથી સરકારને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્રારા ખાસ અપીલ કરવામાં આવે છે કે હાલ જે જંત્રીના સુચિત ભાવ વધા૨ાનું અમલીકરણ કરવામાં આવનાર છે તે મુલત્વી રાખવું અને સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષ મુજબ પાંચથી આઠ ટકા જેટલો વધારો કરવામાં આવે અને તે મુજબની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રાજયની પ્રજા ઉપર આવા કમરતોડ ભાવ વધારાનો બોજ સહન કરવો ન પડે. આનાથી સરકારની રેવન્યુની આવકમાં કોઇ પણ જાતની નુકશાની થશે નહી અને રાજયની પ્રજાને પણ નુકશાની ભોગવવી ન પડે. સાથો સાથ સુચિત જંત્રીદર સામે વાંધા સુચનો રજુ કરવામાં પણ વિસંગતતાની સાથે મુશ્કેલીઓ, ટેકનીકલ સમસ્યાઓ ઉદભવી રહી છે.
વધુમાં હાલની જંત્રીમાં એરીયાવાઇઝ ઘણી વિસંગતતા છે તે માટે પણ યોગ્ય ચકાસણી કરીને તેને દુર કરવા અને વાંધા સુચનો સાંભળ્યા બાદ અમલીકરણ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની માંગ છે. થોડા સમય પહેલા જ જંત્રીના ભાવ વધારો કરવામાં આવેલ હોય આ બાબતે તાત્કાલિકના ધોરણે વચગાળાનો રસ્તો કાઢવો જોઇએ. જેથી કરીને સમગ્ર દેશમાં ગુજરાત રાજય અવ્વલ નંબરે આગળ વધી રહયું છે તો તેની ગતિ પણ જળવાઇ રહે તેમ રજુઆતના અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech