ઘોર કળિયુગ આવી ગયો હોય તેવી એક ઘટના વસાડ જિલ્લામાં બની છે. ભત્રીજાએ જ કાકી પર નજર બગાડી તેના પર બે વખત દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. બાદમાં કાકીનું માથું છૂંદી, ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના સામે આવી છે.
આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો
પ્રાપ્ત વિગત મુજબ, વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ જંગલ ગામના છેવાડે થોડા દિવસ પહેલા એક મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શખ્સની ધરપકડ કરી હતી. તેની આકરી પૂછપરછ કરતા આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, પોતે જ તેની કાકી પર બે વખત દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.
ગણતરીના સમયમાં જ આરોપી ઝડપાઈ ગયો હતો
મૃતક મહિલાનું તાઇબેન દોવાડ હતું. જેનું ભત્રીજા ભગુ દોધારે જ ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ભગુ દોધારે એકલતાનો લાભ લઇ ઘરમાં જ પોતાની કાકી તાઈબેન પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ ફરી એકવાર દુષ્કર્મ કર્યું હતું. તાઈબેન આ વાત ગામમાં કહી ન દે તેવો ડર રાખીને ભગુ દોધારે મહિલાનું ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હતી તથા મૃતદેહ કોતરમાં ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના સમયમાં જ આરોપી ભગુ દોધાર ઝડપાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેર ભાજપ દ્વારા યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે સંગઠનની બેઠક
March 31, 2025 03:14 PMઆંબલીના ઝાડ નીચેથી સરતાનપરના બે જુગારી આવ્યા પોલીસ પક્કડમાં
March 31, 2025 03:12 PMખેડૂતવાસમાંથી વિદેશી દાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા
March 31, 2025 03:11 PMમોટીવાવડીના મહિલા તલાટી મંત્રીએ રોકડ અને દાગીના ભરેલુ પર્સ મુળ માલિકને પરત કર્યુ
March 31, 2025 03:10 PMહાર્ટ એટેકથી યુવક અને પ્રૌઢનું મૃત્યુ
March 31, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech