હાર્ટ એટેકના બનાવનો સતત વધી રહ્યા છે. શહેરના ખોખડદળ પાસે રહેતાં યુવાન અને કોઠારીયા રોડ જુના ગણેશનગરના પ્રૌઢનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ ખોખડદળ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં અને મૂળ યુપીના રામરાજ ગંગારામ પાસવાન (ઉ.વ.૪૦)નામના યુવક વહેલી સવારે ત્રણેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં ફરજ પરના તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ જુના ગણેશનગર-૯માં તિરૂપતી સોસાયટી પાસે રહેતાં દિનેશભાઇ હરજીવનભાઇ ધામેચા (ઉ.વ.૫૧) સાંજે ઘરે ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. અગાઉ પેરેલીસીસ આવ્યો હોઇ ટ્રાઇસીકલમાં અગરબત્તીની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સાંજે હાર્ટએટેક આવી ગયાનું તેમના ભાઇએ કહ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ થોરાળા અને આજીડેમ પોલીસને જાણ કરી હતી. થોરાળાના એએસઆઇ ઘેલુભાઇ શિયારે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાજણાવાળા નેશ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતીનું થયુ મોત
April 03, 2025 03:04 PMસ્ટેજ પર કાયમ નાટક થતા હોવાનો કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસનો ખુલાસો
April 03, 2025 03:04 PMબગવદર અને કુતિયાણા પંથકમાં ચાર અસામાજિક તત્ત્વોના વીજકનેકશન થયા કટ
April 03, 2025 03:03 PMવીરભનુની ખાંભીથી નિરમા ફેકટરી સુધી સ્ટ્રીટલાઇટ ફીટ કરો
April 03, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech