મિલપરામાં એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • January 29, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મીલપરામાં આવેલા તપોવન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરનાર નેપાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.યુવાનના આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કાંતા ક્રી વિકાસ ગૃહ પાસે મીલપરા શેરી નં.૨૬ પાસે આવેલા તપોવન એપાર્ટમેન્ટમાં રહેતા અને અહીં ચોકીદારીનું કામ કરનાર ડમર લોહાર વિશ્ર્વકર્મા(ઉ.વ ૨૬) નામના યુવાને ગઇકાલે રાત્રીના પોતાની ઓરડીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.જેની જાણ થતા ૧૦૮ ની ટીમે અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો.બનાવને પગલે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પી.એન.ગોહિલ તથા સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ નેપાળનો વતની યુવાન અહીં રહી ચોકીદારી કરતો હતો.યુવાનને સંતાનમાં ત્રણ પુત્રી છે.યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય એક બનાવમાં રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર નાકરાવાડી ગામ પાસે રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ ખેતમજુરીનું કામ કરનાર સુમીત શૈલેષભાઇ સોલંકી(ઉ.વ ૧૮) નામનો યુવાન ગઇકાલે રાત્રીના અહીં વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા તેને વીજ શોક લાગ્યો હતો.જેની જાણ થતા યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો.બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. કરમશીભાઇ પલાળીયાએ જરી કાર્યવાહી કરી હતી

હડાળામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા લાભુબેન જયંતીભાઇ ખડવી(ઉ.વ ૫૦) નામના મહિલાએ રાત્રીના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.જે અંગેની જાણ થતા ૧૦૮ ના ટીમે અહીં આવી જોઇ તપાસી મહિલાને મૃત જાહેર કર્યા હતાં.મહિલાને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.મહિલાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application