ચીન દક્ષિણ એશિયામાં તેની આક્રમક અને વિસ્તરણવાદી નીતિઓ માટે જાણીતું છે. શ્રીલંકા કે માલદીવ, મ્યાનમાર કે ભૂટાનની વાત કરીએ આ તમામ દેશો છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની આ નીતિનું સૌથી પરફેક્ટ ઉદાહરણ છે. હવે તેનું નિશાન નેપાળ છે. નેપાળના હુમલા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ચીન અતિક્રમણ કરી રહ્યું છે. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે ચીને તેમના વિસ્તારોમાં કાંટાળા તાર અને કોંક્રીટની ઘણી ઇમારતો બનાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તિબેટના ઉચ્ચપ્રદેશમાં એક પહાડી પર ’ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી લાંબુ જીવો’ સૂત્ર લખવામાં આવ્યું છે. તે જ સમયે, ચીની સેના નેપાળના આ ગામમાં રહેતા લોકો પર નિર્વિસિત તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાની તસવીરો લગાવવા માટે દબાણ કરી રહી છે. ચીન કેમેરા દ્વારા આ વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ચીનની પોલીસ અને અન્ય દળો કોઈપણ પ્રતિબંધ વિના તેમના વિસ્તારોમાં પ્રવેશ કરે છે.
સ્થાનિક નેપાળના લોકોનું કહેવું છે કે ચીન એક શક્તિશાળી દેશ છે. તે જે ઈચ્છે તે કરી શકે છે. એક દિવસ હિલ્સા પણ ગળી જશે તો? જો કે, નેપાળની વર્તમાન સરકાર, જેને ચીનની સમર્થક પણ માનવામાં આવે છે, તે તેના ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના અતિક્રમણને સંપૂર્ણપણે નકારી રહી છે.
ચીન દ્વારા અતિક્રમણના અહેવાલો વચ્ચે, નેપાળના વિદેશ પ્રધાન આરઝુ રાણા દેઉબાએ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને તિબેટ સાથેની સરહદ પર સમસ્યાઓ વિશે કોઈ ફરિયાદ મળી નથી. અને સરકારનું ધ્યાન ભારત સાથેની દક્ષિણ સરહદ પર વધુ છે. જ્યાં મોટા ભાગના નેપાળીઓ રહે છે. અમે ખરેખર ઉત્તરીય સરહદને જોવા વિશે વધુ વિચાર્યું નથી.
આ ફેન્સિંગ ચીનના ષડયંત્રનો ભાગ
નેપાળના હત્પમલામાં ચીન જે વાડ બાંધી રહ્યું છે તે તેના હજારો માઈલ લાંબા કિલ્લેબંધી નેટવર્કનો માત્ર એક ભાગ છે. ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગની સરકાર દ્રારા દૂરના વિસ્તારોમાં બળવાખોર વસ્તીને નિયંત્રિત કરવા અને કેટલાક કિસ્સાઓમાં અન્ય દેશોના ભાગોમાં અતિક્રમણ કરવા માટે આ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષેામાં ચીને પોતાની સરહદોની અંદર ડઝનબધં વસાહતોનો સમાવેશ કર્યેા છે. જો કે, અમુક સ્થળે વિરોધ છતાં, આ વસાહતો હવે ચીનનો ભાગ માનવામાં આવે છે. ચીનની આ વિસ્તરણવાદી નીતિ ખાસ કરીને ગરીબ દેશોને અસર કરી રહી છે. ચીને તેની પરિઘ સાથેના વિવાદિત વિસ્તારોમાં તેના પ્રાદેશિક દાવાઓ પર ભાર મૂકવાના પ્રયાસો બમણા કર્યા છે, એમ વોશિંગ્ટનમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ચાઇના પાવર પ્રોજેકટના સાથી બ્રાયન હાર્ટે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech